બિમારીને આમંત્રણ:રાજકોટમાં આરોગ્ય ટીમનું અમદાવાદી તવા ફ્રાય સહિત 17 નોનવેજ હોટલમાં ચેકિંગ, 41 કિલો અખાદ્ય ખોરાક મળ્યો, 2 રેસ્ટોરન્ટને લાયસન્સને લઇને નોટિસ

રાજકોટ4 મહિનો પહેલા
અખાદ્ય ખોરાકનો નાશ કરાયો.
  • ત્રણ હોટલમાંથી નમૂના લેવામાં આવ્યા, આરોગ્ય વિભાગનું ચેકિંગ યથાવત

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમદાવાદ તવા ફ્રાય સહિત 17 નોનવેજ હોટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન 41 કિલ્લો અખાદ્ય ખોરાક મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 2 રેસ્ટોરન્ટને લાયસન્સને લઇને નોટિસ ફટકારવામાં આવી છે. રૈયા રોડ, સદર બજાર મેઇન રોડ, ભીલવાસ રોડ વિસ્તારમાં નોનવેજનું વેચાણ કરતી હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોના આરોગ્યના હિતાર્થે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવાયા
1. ચીકન બિરયાની (પ્રિપેર્ડ, લુઝ)
સ્થળ:
આલ્ફા ફુડ ઝોન, આઝાદ ચોક, નહેરૂનગર મેઇન રોડ, રૈયા રોડ
2. બટર ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ,લુઝ)
સ્થળ:
સાગર એગ્ઝ ઝોન એન્ડ ફેમિલી રેસ્ટોરન્ટ, આઝાદ ચોક, રૈયા રોડ
3. પફ માટેનો બટાટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ)
સ્થળ:
હરિ યોગી લાઇવ પફ, હરિધવા રોડ, પટેલ ચોક
4. સેઝવાન મસાલા પફ (પ્રિપેર્ડ, લુઝ)
સ્થળ:
કે.કે. લાઇવ પફ ઝોન, ગોંડલ રોડ, સુર્યકાંત હોટલની બાજુમાં

આરોગ્ય વિભાગનું ચેકિંગ યથાવત.
આરોગ્ય વિભાગનું ચેકિંગ યથાવત.

આટલી હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરાયું
1. એવન બોમ્બે ભઠીયારા, રૈયા રોડ- 3 કિલો વાસી ચીકન બિરયાનીનો નાશ
2. અરેબીયન સોવરમા, રૈયા રોડ- 4 કિલો વાસી સોરમા ચીકનનો નાશ
3. અમદાવાદી તવા ફ્રાય, રૈયા રોડ- 8 કિલો વાસી સડેલી ડુંગળી અને 12 કિલો વાસી ચીકન ગ્રેવીનો નાશ
4. રોયલ રેસ્ટોરન્ટ, ભીલવાસ રોડ- 4 કિલો વાસી ગ્રેવીનો નાશ
5. પ્રિન્સ સોરમાં, સદર બજાર મેઇન રોડ- 3 કિલો વાસી ખબુસ (બેકરી બેઝ )
6. ગાઝી નોનવેજ રેસ્ટોરન્ટ, સદર બજાર મેઇન રોડ- 7 કિલો વાસી ચિકન લોલીપોપ, ગ્રેવી, રાઈસનો નાશ અને લાયસન્સ બાબતે નોટિસ
7. આલ્ફા ફૂડ ઝોન, રૈયા રોડ
8. સાગર એગ્ઝ ઝોન, રૈયા રોડ
9. પરફેક્ટ આમલેટ, રૈયા રોડ
10. મુંબઇ ઝાયકા, રૈયા રોડ
11. શાહે આલમ નોન-વેજ રેસ્ટોરન્ટ, ભીલવાસ રોડ- લાયસન્સ બાબતે નોટિસ
12. બોમ્બે ચિકન બિરયાની (શાહી રેસ્ટોરન્ટ), ભીલવાસ રોડ
13. રોનક નોનવેજ, ભીલવાસ રોડ
14. સ્પે બોમ્બે એવન નોનવેજ, સદર બજાર મેઇન રોડ
15. બાબજીગ્રિલ કિચન, સદર બજાર મેઇન રોડ
16. બિસ્મિલ્લાહ રેસ્ટોરન્ટ, સદર બજાર મેઇન રોડ
17. નિશાંત નોનવેજ રેસ્ટોરન્ટ, સદર બજાર મેઇન રોડ

અન્ય સમાચારો પણ છે...