• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Health Department Teams Raided Santkabir Road, Ranchhodnagar, Padak Road And Took Samples Of Sweets From 30 Places.

ચેકિંગ:રાજકોટમાં સંતકબીર રોડ, રણછોડનગર, પેડક રોડમાં આરોગ્ય વિભાગની ટુકડીઓ ત્રાટકી, 30 સ્થળેથી મીઠાઈ-ફરસાણના નમૂના લીધા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઠ દુકાનો ઉપર તાત્કાલિક કરાયેલા ટેસ્ટીંગમાં કશું વાંધાજનક ન મળ્યું

નવરાત્રી અને દશેરાના તહેવારો સંપન્ન થઈ ગયા છે અને દિવાળીના તહેવારો ઢુકડા આવી રહ્યા છે ત્યારે મિઠાઈ અને ફરસાણમાં ભેળસેળ થતી રોકવા માટે મહાપાલિકા તંત્ર પણ સજ્જ બની ગયું છે. દરમિયાન આજે મનપા દ્વારા સંતકબીર રોડ, રણછોડનગર, પેડક રોડ, આર્યનગર સહિત 30 સ્થળેથી મિઠાઈ અને ફરસાણના નમૂના લઈને તેને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તો આઠ દુકાનો ઉપર ‘ફૂડ સેફટી ઑન વ્હીકલ્સ વાન’ દ્વારા જલેબી, થાબડી, અંજીર બરફી, જેમનટ બરફી, અંજીરપાક સહિતની મિઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં કશું જ વાંધાજનક મળ્યું નહીં હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ગાયત્રી ડેરીમાંથી મેંગો બરફીના નમૂના લેવાયા
મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે આજે જે 30 સ્થળેથી મિઠાઈ-ફરસાણના નમૂના લેવામાં આવ્યા ત્યારે રામનાથપરા ગરબી ચોકમાં આવેલી ગાયત્રી ડેરીમાંથી મેંગો બરફી, સંતકબીર રોડ પર આવેલા ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટમાંથી મીઠા સાટા, ભગીરથ ફરસાણમાંથી પાલક પાપડી, ગણેશ ડેરીમાંથી ગ્રીન પીસ્તા બરફી, મોમાઈ ફરસાણમાંથી જીુણી સેવ, મચ્છુ ડેરીમાંથી અંજીર બરફી, જનતા વિજય તાવડોમાંથી જલેબી, કિશાન ફરસાણમાંથી જલેબી, શ્યામ ડેરી ફાર્મમાંથી ચોકલેટ બરફી, જગદીશ ગાંઠિયામાંથી તીખી પાપડી, ચામુંડા ડેરી ફાર્મમાંથી માર્શલ કેક, ગણેશ ડેરી ફાર્મમહાલક્ષ્મી ડેરી ફાર્મમાંથી ચોકલેટ સાટા, ન્યુ ભારત સ્વીટમાર્ટમાંથી ચવાણુ, શ્રીનાથજી ફરસાણમાંથી મીઠી ઘારીના નમૂના લેવામાં આવ્યા હતા.

જલારામ સ્વીટ એન્ડ નમકીનમાંથી તીખા ગાંઠિયાના નમૂના લેવાયા
જયારે વરીયા ફરસાણમાંથી જલેબી, પ્રભાત ડેરીમાંથી રાસબિહારી મિઠાઈ, રાધે શ્યામ ડેરીમાંથી કેસર પેંડા, પેડક રોડ પર સીતારામ ડેરીમાંથી કાજુકત્રી, રાધેશ્યામ ડેરીમાંથી રાજભોગ ગુલકંદ બરફી, જય જલારામ સ્વીટ એન્ડ નમકીનમાંથી તીખા ગાંઠિયા, રણછોડનગરમાં જય ખોડિયાર ડેરીમાંથી કાશ્મીરી કેક, આર્યનગરમાં પટેલ વિજય ડેરીમાંથી બટરસ્કોચ બરફી, કૂવાડવા રોડ પર ખોડિયાર ફરસાણમાંથી જલેબી, મહાલક્ષ્મી ડેરીમાંથી રોયલ બરફી, કોઠારિયા રોડ પર રઘુવંશી જનતા તાવડોમાંથી ફાફડી ગાંઠિયા, બાલાજી ફરસાણમાંથી સેવ બુંદી, જોકર ફરસાણમાંથી ફરસી પૂરી, સંતોષ સ્વીટ એન્ડ ફરસાણમાંથી ચંપાકલી ગાંઠિયા, ભાગ્યોદય રેસ્ટોરન્ટ એન્ડ ફરસાણમાંથી માખણીયા ગાંઠિયા અને કેવડાવાડી મેઈન રોડ પર જય અંબે ફરસાણમાંથી ચવાણાના નમૂના લેવામાં આવ્યા હતા.