• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Health Department Teams Raided Mangala Main Road, Bhakitnagar, Kotharia Road, Took Samples Of Sweets From 33 Places.

ચેકીંગ:રાજકોટમાં મંગળા મેઇન રોડ, ભકિતનગર, કોઠારીયા રોડમાં આરોગ્ય વિભાગની ટુકડીઓ ત્રાટકી, 33 સ્થળેથી મીઠાઈ-ફરસાણના નમૂના લીધા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરફી, ઘારી, કાજુ કતરી, લાડુ, ગાંઠીયા, પુરીના સેમ્પલ વડોદરા મોકલવામાં આવ્યા

નવરાત્રી અને દશેરાના તહેવારો સંપન્ન થઈ ગયા છે અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મિઠાઈ અને ફરસાણમાં ભેળસેળ થતી રોકવા માટે મહાપાલિકા તંત્ર પણ સજ્જ બની ગયું છે. દરમિયાન આજે મનપા દ્વારા મંગળા મેઇન રોડ, ભકિતનગર, કોઠારીયા રોડ સહિત 33 સ્થળેથી મિઠાઈ અને ફરસાણના નમૂના લઈને તેને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

વડોદરા મોકલવાનું ચાલુ રાખવામાં આવ્યું
આરોગ્ય શાખાએ આજે જાહેર કરેલી માહિતી મુજબ સરકારે ફાળવાયેલી ખાસ ફૂડ સેફટી ઓન વ્હીકલ્સ વાન દ્વારા મીઠાઇ બજારોમાં સતત ચેકીંગ કરવામાં આવ્યું છે. આ વાનમાં ચારેક પ્રકારના ટેસ્ટ સ્થળ પર જ કરવામાં આવે છે. જોકે કલરની ભેળસેળ સહિતની ચકાસણી તો લેબોરેટરીમાં થતી હોય, સેમ્પલ લઇને વડોદરા મોકલવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.

વિજય ફરસાણમાંથી ફરસી પુરીનું સેમ્પલ લેવામાં આવ્યું
ફૂડ તંત્રએ જયાં નમુના લેવાની કામગીરી કરી તેમાં મંગળા મેઇન રોડના મનમોહન ડેરીમાંથી સ્પે. બરફી, રઘુવીર ડેરીમાંથી કેસર ઘારી, વિશાલ ડેરીમાંથી કાજુ કતરી, વિરાણી ચોકના રાજમંદિર ફરસાણમાંથી પાપડી ગાંઠીયા, ભકિતનગરની ધારેશ્વર ડેરીમાંથી અંજીર બરફી, ધારેશ્ર્વર ફરસાણમાંથી પાપડી ગાંઠીયા, વાણીયાવાડીના મહેશ ડેરીમાંથી સંગમ કતરી, ગાયત્રીનગરના રાધેશ્યામ ડેરીમાંથી બ્રીજ લાડુ, જય સીયરામ ફરસાણમાંથી મીઠા સાટા, જલારામ ફરસાણમાંથી ટોપરા પાક, અક્ષર ગાંઠીયામાંથી ભાવનગરી ગાંઠીયા, જલિયાણ ફરસાણમાંથી મીઠા સાટા, હરિકૃષ્ણ ફરસાણમાંથી પાપડી ગાંઠીયા અને શકિત વિજય ફરસાણમાંથી ફરસી પુરીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.

તિરૂપતિ ડેરીમાંથી મેંગો બરફીનો નમૂનો લેવામાં આવ્યો
કોઠારીયા રોડ પર ચેકીંગ ડ્રાઇવમાં મુરલીધર ફરસાણ અને જય જલારામ ફરસાણમાંથી ગાંઠીયા, કનૈયા ડેરીમાંથી ફેન્સી મીઠાઇ, આઇશ્રી મોગલ ડેરીમાંથી સંગમ મીઠાઇ, જય ખોડીયારમાંથી સકકરપારા, ધર્મપ્રિય ડેરીમાંથી જલેબી, વિકાસ ડેરીમાંથી મિકસ જેલી, તિરૂપતિ ડેરીમાંથી ચોકલેટ પ્લાઝા, ભગવતી ડેરીમાંથી બટર સ્કોચ લાડુ, અશોક વિજય ડેરીમાંથી ગુલકંદ રોલ, કિસાન ડેરી ફાર્મમાંથી ટોપરાનો મેસુબ, ખોડીયાર અનાજ ભંડારમાંથી પાઇનેપલ ક્રાઉનના નમુના લેવામાં આવ્યા હતા. ત્રિશુલ ચોકના બાલાજી ફરસાણમાંથી તીખા ગાંઠીયા અને બલરામ ડેરીમાંથી પાઇનેપલ બરફી, નારાયણનગર મેઇન રોડની તુલસી ડેરીમાંથી ઓરેન્જ બરફી, હસનવાડીના જય સીયારામ ફરસાણમાંથી ગાંઠીયા, બાલાજી ફરસાણમાંથી સેવ, તિરૂપતિ ડેરીમાંથી મેંગો બરફી અને શિવ ડેરી ફાર્મમાંથી ગુલાબ પાકના નમુના લઇને વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.