કાર્યવાહી:રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ લાયસન્સ માટે 191 હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકીંગ, બે વેપારીઓને રૂ.15 હજારનો દંડ ફટકાર્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થની શંકાને પરિણામે ખાદ્યચીજોના નમૂનાઓ લીધા હતા

રાજકોટમાં ખાદ્યપદાર્થોનું વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય મનપાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યાં મનપા દ્વારા 191 જેટલા હોટલ, રેસ્ટોરન્ટમાં ફૂડ લાયસન્સ અંગે ચકાસણી કરતા તમામ જગ્યાએ પરવાના હોવાનું ધ્યાને આવ્યું હતું તો ખાદ્ય પદાર્થના નમુના ફેઇલ જવાના બે કેસમાં રૂા.15 હજારના દંડ વેપારી પેઢીઓને ફટકારવામાં આવ્યા છે.

પનીરમાં સ્ટાર્ચની ભેળસેળ જોવા મળી
આ અંગે ફૂડ તંત્રએ આપેલી સતાવાર માહિતી મુજબ કોઠારીયા ખાતે આવેલા સહજ ફૂડ પ્રોડકટ નામના યુનિટમાંથી થોડા સમય પહેલા ટોકુ સોયા પનીર (લુઝ)નો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં ધારાધોરણ કરતા ફેટનું પ્રમાણ વધુ નીકળ્યું હતું અને અન્ય કોઇ સ્ટાર્ચની ભેળસેળ પણ જોવા મળી હતી. આ નમુનો લેબમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા તેનો કેસ એડીએમ સમક્ષ મુકવામાં આવ્યો હતો અને અધિકારી દ્વારા સંચાલક કુલદીપ સુધીરકુમાર ધામેલીયાને રૂા. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

મસાલા નુડલ્સ નો નમુનો લેબોરેટરીમાં મોકલાયો
આ ઉપરાંત ચંદ્રેશનગર મેઇન રોડના રામવિજય કિરાણા ભંડારમાંથી લેવામાં આવેલ ડ્રાયફ્રુટ કાજુ વધુ નુકસાનવાળા અને ખોરા હોવાનું દેખાયું હતું. આ નમુનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા ફૂડ એકટ હેઠળ દુકાનદાર કલ્પેશભાઇ રમણીકલાલ ગોટેચાને રૂા.5 હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. તંત્ર દ્વારા કુવાડવા રોડ પર આવેલ એવન્યુ સુપર માર્ટ (ડી માર્ટ)માંથી ટોપ રેમેન મસાલા નુડલ્સ (500 ગ્રામ પેકડ)નો નમુનો લેવામાં આવ્યો છે જયારે એસ્ટ્રોન રેલવે નાલા પાસે આવેલ તીર્થ માર્કેટીંગમાંથી પણ ટેસ્ટી પીકસલ ઓરેગાનો(500 ગ્રામ પેકડ)નો નમુનો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.