તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાજકોટમાં જુગારમાં દેણું ભરપાઇ કરવા માટે મિત્રની કાર લઇ જઇ ગીરવે મૂકી દીધી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર લઇ ગયેલા શખ્સની તેમજ ગીરવે લેનારને સકંજામાં લીધા

જુગારમાં દેણું ભરપાઇ કરવા મિત્રની કાર ગીરવે મૂકી દીધાનો બનાવ બનતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. દોઢસો ફૂટ રિંગ રોડ, રંગોલીપાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા બિહારી ભોગીભાઇ બગથલિયા નામના યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં, પોતાની કાર ભાડામાં ચલાવી ગુજરાન ચલાવતા હોય મિત્રએ મનદીપ પટેલ સાથે ઓળખાણ કરાવી હતી. દરમિયાન ગત તા.17ના મનદીપ સાથે મોરબીનું ભાડું કર્યું હતું. તેના બીજા દિવસે ફરી મનદીપે ઘેલાસોમનાથનું ભાડું હોવાનું કહી બહુમાળી ભવન પાસે બોલાવ્યો હતો.

જેથી પોતે કાર સાથે બહુમાળી ભવન પાસે પહોંચ્યો હતો. બંનેએ સાથે ચા-પાણી પીધા બાદ મનદીપ દોડીને કારમાં બેસી ગયો હતો અને હું હમણા આવું છું તેમ કહી કાર હંકારી નાસી ગયો હતો. બાદમાં મનદીપનો મોબાઇલ પર સંપર્ક કરતા તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. બે ત્રણ દિવસ રાહ જોવા છતાં મનદીપ કાર સાથે પરત આવ્યો ન હતો. ત્યારે તપાસ કરતા મનદીપે પોતાની કાર કોઇની પાસે ગીરવે મૂકી હોવાનું જાણવા મળ્યું હતું.

જે બનાવ અંગે પોલીસમાં જાણ કરતા તપાસ શરૂ કરી સુરત, કામરેજની કુમકુમ સોસાયટીમાં રહેતા મનદીપ હસમુખ વેકરિયાને સકંજામાં લીઇ પૂછપરછ કરતા તે અગાઉ રાજકોટ રહેતો હતો. પરંતુ જુગારમાં લાખો રૂપિયા હારી ગયા બાદ દેણું થઇ ગયું હતું. દેણું ભરપાઇ કરવા બિહારી સાથે મિત્રતા કેળવી કાર લઇ ભાગી ગયો હતો. બાદમાં તે કાર સાયલાના ગારમડી ગામે રહેતા વિજય લઘુભાઇ ખવડ પાસે ગીરવે મૂકી હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે વિજય ખવડને પણ કાર સાથે સકંજામાં લીધો છે. પોલીસે બંનેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...