ક્રાઇમ:રાજકોટમાં પરિણીતાને ‘હું તને પ્રેમ કરું છું’ કહી બીભત્સ માંગ કરી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જેને ત્યાંથી ટિફિન મગાવતો તેના પર કૃત્ય આચર્યું

પરિણીતાને તેના ઘરે બે વર્ષ પૂર્વે ટિફિન લેવા આવતા શખ્સે હું તને પ્રેમ કરું છું તેમ કહી બીભત્સ માંગ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લઇ સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. શહેરના મધ્યમાં આવેલા વિસ્તારમાં રહેતી 23 વર્ષની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનહર પ્લોટ શેરી નં.10માં માર્કેટિંગની ઓફિસમાં નોકરી કરતા અને જામનગર રોડ પર અમી હાઇટ્સ પાછળ રહેતા કલ્પિત દીપક કામદારનું નામ આપ્યું હતું.

પરિણીતા ગુસ્સે થતાં કલ્પિત નાસી ગયો

પરિણીતાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે કલ્પિત કામદાર તેમના ઘરે ટિફિન લેવા આવતો હતો જેથી તેનો પરિચય હતો. બે દિવસ પૂર્વે પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કલ્પિત પરિણીતાના ઘરની ડેલી પાસે ગયો હતો અને ફરીથી ટિફિન ચાલુ કરવું છે તેમ કહી પરિણીતા સાથે વાતચીત શરૂ કરી હતી અને તે ‘હું તને પ્રેમ કરું છું’ તેમ કહી બીભત્સ માંગ કરી હતી. કલ્પિતની વાતથી સમસમી ગયેલી પરિણીતા ગુસ્સે થતાં કલ્પિત નાસી ગયો હતો. 

અન્ય સમાચારો પણ છે...