હેવાન પતિની જામીન અરજી કોર્ટે ફગાવી:રાજકોટમાં મારકૂટ કરી વિકૃત આનંદ સંતોષવા પત્ની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી શારીરીક સુખ માણતો, બેડ પર ટોઇલેટ કરતો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. - Divya Bhaskar
પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

એક મહિના પહેલા રાજકોટની પરિણીતાએ પોતાના પતિ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારકૂટ કરી વિકૃત આનંદ સંતોષવા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી શારીરિક સુખ માણતો અને બેડ પર ટોઇલેટ કરતો હતો. પરંતુ પતિએ આ કેસમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે, રાજકોટની સેશન્‍સ અદાલતે તેની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ ફરમાવ્યો છે.

પતિ અમાનુષી સીતમ ગુજારતો
રાજકોટની મહિલાને તેનો પતિ ભાવેશ કરમણભાઈ રંગાણી અવારનવાર ત્રાસ આપી, મારકૂટ કરી દીકરીઓની હાજરીમાં અમાનુષી સીતમ ગુજારી વિકૃત શારીરીક સંતોષ મેળવવા પત્‍ની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્‍ય આચરતો હતો. આ અંગેની ફરિયાદ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ફરિયાદી પક્ષના વકીલે કોર્ટમાં દલિલો કરી
આ ફરિયાદ બાદ આરોપી પતિએ પોતાની સંભવીત ધરપકડ સામે રાજકોટની સેશન્‍સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ તેણે પોતે નિર્દોષ હોવાનું અને ખોટી રીતે સંડોવી દીધો હોવાની બી-ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં અરજી કરી હતી. તે વખતે પણ ફરિયાદની હકિકતો જણાવી ન હોવાથી જામીન ઉપર મુક્‍ત કરવા કરેલી રજુઆતો સામે સરકાર દ્વારા તથા મૂળ ફરિયાદ પક્ષના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, ગુનો સમાજ વિરોધી અને ગંભીર પ્રકારનો છે. ગુનાની તપાસ ચાલુ છે, નાજુક તબક્કામાં છે, અરજદાર સામેના આક્ષેપો જોતા બે સગીર સંતાનોની હાજરીમાં ભોગ બનનારને મારઝૂડ કરી અપ્રાકૃતિક એટલે કે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્‍ય આચર્યું હતું. ત્‍યારે તેને હળવાશથી લઈ શકાય નહીં. જેથી જામીન અરજી રદ કરવી જોઈએ તેવી રજૂઆત છે.

દલિલો બાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી
ફરિયાદ પક્ષના વાંધાઓ ધ્‍યાને લેતા અરજદાર વિરૂદ્ધનો ગુનો સમાજ વિરોધી અને ગંભીર પ્રકારના આક્ષેપવાળો ગુનો છે. ગુનાની તપાસ ચાલુ છે અને અરજદારે બે સગીર બાળકોની હાજરીમાં અવાર નવાર ઘરમાં ન છાજે તેવુ વર્તન કરી પોતાની પત્‍નીની મરજી વિરૂદ્ધ અપ્રાકૃતિક એટલે કે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્‍ય આચર્યાનો આક્ષેપ છે. જો આવા અરજદારને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો સમાજમાં અવળી અસર થાય તેમ હોય તેમ માની અદાલતે પોતાની સત્તાનો ઉપયોગ અરજદારની તરફેણમાં ઉપયોગ કરવાનું યોગ્ય ન માની અરજદારની જામીન અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.

પરિણીતાએ પોતાની વ્યથામાં શું કહ્યું હતું
પરિણીતાએ જે-તે સમયે પોતાની વ્યથા વર્ણવતાં કહ્યું હતું કે, અગાઉ તેનાં એક લગ્ન થયાં હતાં પરંતુ પતિએ તેની બીમારીની વાત છુપાવી હોઇ ત્રણ મહિનામાં જ છૂટાછેડા થઇ ગયા હતા, બીજા લગ્ન ભાવેશ સાથે જાન્યુઆરી 2010માં થયાં હતાં, લગ્નજીવન દરમિયાન બે પુત્રીની પ્રાપ્તી થઇ હતી, એક પુત્રી 12 વર્ષની અને બીજી 9 વર્ષની છે. લગ્ન થયાના બે મહિના બાદ જાણ થઇ હતી કે, પતિ ભાવેશને દારૂનો નશો કરવાની કુટેવ છે, આ અંગે સાસુ-સસરાને વાત કરી તો તેણે ભાવેશનો પક્ષ લીધો હતો.

નશામાં તે ભાન ભૂલતો અને શરીરે બચકાં ભરતો
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ વર્ષથી પતિ ભાવેશનો ત્રાસ અસહ્ય બન્યો છે, દારૂનો નશો કરી તે ઘરે આવતો અને મારી બંને પુત્રીને રૂમમાં બંધ કરીને મારી સાથે ધરાર શરીરસંબંધ બાંધતો હતો, નશામાં તે ભાન ભૂલતો અને શરીરે બચકાં ભરતો, દુષ્કર્મ આચરતો, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. નિર્વસ્ત્ર થઈને ઘરમાં આંટા મારતો હતો, બેડ પર લઘુશંકા કરતો. દિવાળીના તહેવાર પર તા.25થી 28 ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસ સુધી મને રૂમમાં ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...