તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:રાજકોટમાં કોમાગ્રસ્ત પ્રોફેસરના પરિવારને હાર્દિક પટેલે રૂ.1 લાખનો ચેક આપ્યો, માંડવિયાના નિવેદન પર કહ્યું, પટેલ સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ ફાંકો કાઢી નાખે

રાજકોટએક મહિનો પહેલા
હાર્દિક પટેલે પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું.
  • AVPTI કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાકેશ વઘાસિયા 4 મહિનાથી કોમામાં છે
  • હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલા નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો

રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા અને પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર તરીખે ફરજ બજાવતા 31 વર્ષીય રાકેશ વઘાસિયા છેલ્લા 4 મહિનાથી કોમામાં છે, જેના ખબરઅંતર પૂછવા આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આવી પહોંચ્યા હતા. તેમણે કોમાગ્રસ્ત પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને તેમને રૂ.1 લાખ આપી આર્થિક સહાય પૂરી પાડી હતી. ત્યાર બાદ તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલ નિવેદન અંગે મીડિયાને જણાવ્યું હતું કે પટેલ સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ ફાંકો કાઢી નાખે

પરિવાર સાથે વાતચીત કરીને તેમને રૂ.1 લાખ આપી આર્થિક સહાય પૂરી પાડી.
પરિવાર સાથે વાતચીત કરીને તેમને રૂ.1 લાખ આપી આર્થિક સહાય પૂરી પાડી.

પ્રોફેસર પણ પટેલ સમાજનો દીકરો છે : હાર્દિક પટેલ
હાર્દિક પટેલે વધુમાં કેન્દ્રીય મંત્રી પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે પાટીદાર સમાજની વાતો કરે છે, પરંતુ 4 મહિનાથી કોમામાં રહેલા પ્રોફેસર પણ પટેલ સમાજનો દીકરો છે. ભાજપના કયા નેતાએ તેની મુલાકાત કરી ? આ દીકરાને મદદ કરી ? પહેલાં તેનો જવાબ આપે, પછી પાટીદાર સમાજની વાતો કરે. ઉલ્લેખનીય છે કે આ મુલાકાત દરમિયાન હાર્દિક પટેલે પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને તેઓ સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરી પરિવારને આશ્વાસન આપ્યું હતું.

હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલા નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો.
હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલા નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો.

પુત્રના આવવાની ખુશી મનાવું કે પતિ કોમામાં છે એનું દુઃખ એ સમજાતું નથી
રાજકોટની AVPTI કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાકેશ વઘાસિયાને ગત એપ્રિલ મહિનામાં કોરોના સબબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બીજા દિવસે જ વેન્ટિલેટર પર ખસેડી દેવામાં આવ્યા હતા. આજે 4 મહિનાથી સતત કોમામાં હોવાથી પરિવાર આર્થિક સંકડામણ ભોગવી રહ્યો છે. આ અંગે પ્રોફેસરનાં પત્ની નમ્રતાબેને મીડિયાને રડતાં રડતાં જણાવ્યું હતું કે મારા પતિ કોમામાં છે અને તેમને ખબર પણ નથી કે મેં પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના આવવાની પરિવારમાં ખુશી મનાવું કે પતિ કોમામાં છે એનું દુઃખ એ સમજાતું નથી.

હાર્દિક પટેલે પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું.
હાર્દિક પટેલે પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું.

પતિનો ઈલાજ, પુત્રીનો અભ્યાસ અને ઘર ચલાવવાના પણ રૂપિયા બચ્યા નથી
નમ્રતાબેને વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી પતિની આ સ્થિતિ છે. અમારો નાનકડો પરિવાર તેમના લીધે જ ચાલતો હતો. અત્યારસુધી તેમનો અડધો પગાર આવતો હતો, પરંતુ આવતા મહિનેથી એ પણ બંધ થવાનો છે, જેને લઈને ઘર કેવી રીતે ચલાવવું એનો પ્રશ્ન ઊભો થયો છે. એટલું જ નહીં, મારી નાની પુત્રીને શાળામાં બેસાડવાની છે, તેને લઈને તેની ફી સહિતના પ્રશ્નો ઊભા થયા છે. એક સમયે અન્યની મદદ કરવા સક્ષમ પરિવાર આજે પોતાને કોઈ સહાય મળે એની રાહ જોઈ રહ્યો છે. જોકે સ્વાભિમાનપૂર્વક જિંદગી જીવેલા પ્રોફેસરની પત્ની અને માતા કોઈ પાસે હાથ પણ લાંબો કરી શકતાં નથી.

પ્રોફેસરને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.
પ્રોફેસરને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.

શૈક્ષણિક સંસ્થાઓ, પ્રોફેસરો મદદ માટે તૈયાર
પ્રોફેસર લાંબા સમયથી કોમામાં હોવાની જાણ થતાં એજ્યુકેશન સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ અને પ્રોફેસરોએ આ પરિવાર સાથે વાત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. નિદત્ત બારોટ, હરદેવસિંહ જાડેજા, સુનીલ વોરા તેમજ મુકેશ દોશી (દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ) સહિતના આગેવાનો પરિવારને રૂબરૂ મળવા પહોંચ્યા હતા અને પરિસ્થિતિ જાણી હતી, સાથે જ પ્રોફેસરનાં પત્ની નમ્રતાબેનનો બેંક એકાઉન્ટ નંબર મેળવી મદદ માટે આયોજન શરૂ કર્યું છે.

પત્ની પુત્રને પતિની બાજુમાં સૂવડાવે છે.
પત્ની પુત્રને પતિની બાજુમાં સૂવડાવે છે.
અન્ય સમાચારો પણ છે...