રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મકસુદે કબુલાત આપી હતી કે, 25 દિવસ પહેલા રાત્રિના ત્રણથી ચાર વાગ્યા ના સમયે આજીડેમ ચોકડીથી કોઠારીયા બાયપાસ વચ્ચે આવેલી રામપાર્ક સોસાયટીમાંથી એક ઇટરનો, બાર દિવસ પહેલા રાત્રિના સમયે ભક્તિનગર રેલ્વે સ્ટેશન ની બહાર લાખાણી એસ્ટેટના ડેલા પાસેથી ગ્રે કલરનું ઇટરનો અને દસ દિવસ પહેલા ભક્તિનગર સ્ટેશન પ્લોટ વાળા ચોકમાં આવેલા ઓમ કોમ્પલેક્ષ પાસે પાર્ક કરેલ ઇટરનો એમ ત્રણ ઇટરનો ચોરી કર્યા હતા.
ઘરેથી ચાલીને રીક્ષા લેવા આવતો
આરોપી મકસુદની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મકસુદ રાત્રિના સમયે રીક્ષા ચલાવી ભાડા કરતો અને દિવસે પોતાના ઘરની બહાર ગેરેજ કામ કરતો હતો તેમજ રાત્રિના સમયે રીક્ષા લઇ આવાવરુ જગ્યાએ પાર્ક કરેલી ઇટરનોની ચોરી કરવા પોતાની રીક્ષા 500 મીટર દૂર રાખી ઇટરનો ડાઇરેકટ કરી દેતો હતો અને લઈ ઘરે મૂકી આવતો બાદમાં ઘરેથી ચાલીને રીક્ષા લેવા આવતો હતો.
ગ્રાઈન્ડર વડે પાર્ટ અલગ કરતો
પોતે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં સબંધીને ત્યાં ગેરેજનું બધું કામ શીખેલુ હોય માટે જેથી વિસ્તારથી વાકેફ હોય અને ત્યાંથી ઇટરનો ચોરી કરતો હતો. બાદમાં ચોરી કરેલા ઇટરનોને સવારે ગ્રાઈન્ડર વડે ભાંગી બધા પાર્ટ અલગ કરતો અને એન્જીન અને ચેસીસના ટુકડાઓ કરી ભંગારના ડેલા વાળાને ગેરેજ સંચાલકની ઓળખ આપી વેંચી આવતો હતો. પોલીસે આ ગઠિયાને પકડવા બે દિવસ સુધી વોચ ગોઠવી હતી ત્યાં ગઈકાલે હાથ લાગ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.