રાજકોટમાં આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના 150 ફૂટ રીંગરોડ પર કેકેવી ચોકથી મવડી ચોકડી સુધીના વિસ્તારમાં લસ્સીવાલા, પટેલ સુઝુકી, ઇક્વીટી મોટર્સ પર માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં અને 120 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
12 સ્થળે માર્જીન-પાર્કિંગ ખૂલ્લા કરાવાયા
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે 150 ફૂટ રીંગરોડ પર હાથધરવામાં આવેલા ઓપરેશન ઓટલા તોડમાં કુબેર મોબાઇલ, લસ્સીવાલા, શિવમ સોનોગ્રાફી, પટેલ સુઝુકી, ઇક્વીટી મોટર્સ, સાયકલ હબ, હરિદર્શન, આર્કેડ ઓનર્સ એસોસિએશન, રવેચી હોટલ, આર.કે. પ્રાઇમ, આર.કે. સુપ્રિમ, જીતુભાઇ સાવલીયા અને ધીરૂભાઇ વડાલીયા સહિત કુલ 12 આસામીઓએ માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ખડકી દીધેલા ઓટલા-છાપરા, રોડ પરના રેંપ, ગ્રીન નેટ સહિત 12 સ્થળે માર્જીન-પાર્કિંગ ખૂલ્લા કરવામાં આવ્યા હતા.
33 આસામીઓ પાસેથી રૂ.17 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો
આ ઉપરાંત કેકેવી ચોક થી મવડી ચોક સુધીના રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ 18 આસામીઓ પાસેથી રૂ.4,500/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ 15 આસામીઓ પાસેથી રૂ.12,500/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ 33 આસામીઓ પાસેથી કુલ રૂ.17,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. C & D વેસ્ટ ઉપાડવાની ઉપાડવા સબબ 02 આસામી પાસેથી રૂ.7000/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ કરવામાં આવેલ.
દબાણ હટાવ શાખાની કામગીરી
દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત વેસ્ટ ઝોનમાં કેકેવી ચોક થી મવડી ચોક સુધીના રોડ ખાતેથી જપ્ત કરેલ પરચુરણ માલસામાનની સંખ્યા – 04 અને 147 બોર્ડ-બેનર/ ઝંડી જપ્ત કરવામાં આવ્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.