તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:હરિયાણાના તોહાનાથી 3300 મેટ્રિક ટન ઘઉંના જથ્થા સાથે ટ્રેન રાજકોટ આવી પહોંચી, સરકારી યોજના હેઠળ લોકોને ફ્રીમાં અપાશે

રાજકોટ3 મહિનો પહેલા
ગુડ્ઝ ટ્રેન મારફત ઘઉંનો જથ્થો આવી પહોંચ્યો.
  • NFSAના 2,91,137 કાર્ડ અને 12,47,755 રેશનકાર્ડ ધારકોને લાભ મળશે

કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને અનાજનો પુરવઠો મોકલી રહી છે. જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્ય સરકારને મળી રહે છે, ત્યારે આજ રોજ રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ગુડ્સ ટ્રેન પહોંચાડવામાં આવી હતી. આ ઘઉંની ટ્રેન હરિયાણાના તોહાનાથી આવી હતી અને તેમાં કુલ 3300 મેટ્રિક ટન ઘઉં છે. આ ઘઉંનો જથ્થો રાજ્ય સરકારની યોજના હેઠળ લોકોને ફ્રીમાં આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર તરફથી ગુડ્ઝ ટ્રેન મારફત અનાજ મોકલાઇ છે
કોરોનાકાળમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એનએફએસએ કાર્ડ હોલ્ડરોને રાહત દરે અને નિઃશુલ્ક ઘઉં, ચોખ્ખાનું વિતરણ કરવા જઈ રહી છે. જેમાં રાજકોટ શહેર-જિલ્લામાં એનએફએસએના કુલ 2 લાખ 91 હજાર 137 કાર્ડ છે અને કુલ રેશનકાર્ડ ધારકો 12 લાખ 47 હજાર 755 છે. આ તમામને લાભ મળશે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી ગુડ્ઝ ટ્રેન મારફત અનાજનો જથ્થો રાજકોટ મોકલી અપવામવા આવ્યો છે.

આ મહિનામાં 50 હજાર મેટ્રિક ટન અન્ન ગુજરાતને મળ્યું
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને એક મહિનાદીઠ 1 લાખ 71 હજાર મેટ્રિક ટન અનાજ મોકલવાની પરવાનગી આપી છે. તે પૈકી આ મહિનામાં 50 હજાર મેટ્રિક ટન અન્ન ગુજરાતને મળ્યું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં પુરવઠા પહોંચાડવાની કામગીરી થઇ રહી છે. રાજકોટ રેલવે ડેપોમાં આવેલા ઘઉંનો પુરવઠો રાજકોટ જિલ્લા સહિત ગીર સોમનાથને પુરો પડવામાં આવશે. હાલ સમગ્ર ગુજરાતમાં પુરવઠાનો જથ્થો અલગ અલગ જિલ્લાના કેન્દ્ર પર પહોંચાડવામાં આવી રહ્યો છે. ઘઉંની સાથે કેન્દ્ર સરકાર ચોખ્ખા સહિત બીજા પણ કેટલાક અનાજનો પુરવઠાનો જથ્થો મોકલી રહી છે.