તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીએ બચાવ્યા:રાજકોટમાં પરિવારના ચાર સભ્યો કોરોનાગ્રસ્ત, માત્ર રસી લેનાર દંપતિ કોરોનાથી બચી ગયું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવારના મોભી 87 વર્ષીય પ્રભુલાલ લાલજીભાઇ પોપટ - Divya Bhaskar
પરિવારના મોભી 87 વર્ષીય પ્રભુલાલ લાલજીભાઇ પોપટ
  • પત્નીને કોરોનામાં ગુમાવનાર 87 વર્ષના વૃધ્ધે અંતે સરકારી સારવાર લઇને કોરોનાને હરાવ્યો
  • હોસ્પિટલમાં ગીતાજી, રામાયણ વાંચી અને રામનામ લખીને કર્યો હતો સમય પસાર

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે રસી મુકાવનાર ઘણાં લોકો ક્રોનના સંક્રમણથી સુરક્ષિત રહી શક્યા છે. શહેરમાં રહેતા પોપટ પરિવારમાં એક સાથે ચાર સભ્યો કોરોના પોઝિટિવ થતા હતા પરંતુ આ પરિવારમાં રસી લેનાર દંપતી જ સંક્રમણથી બચી શક્યું હતું. જેમાં ધર્મત્નીને કોરોનામાં ગુમાવનાર પરિવારના મોભી 87 વર્ષીય પ્રભુલાલ લાલજીભાઇ પોપટે સમરસ હોસ્ટેલમાં સારવાર સાથે ગીતાજી, રામાયણ વાંચી, રામનામ લખીને કોરોનાને મ્હાત આપી હતી,

માતાનું હૃદય ત્રણ વર્ષથી ફુલાતું હતું
આ અંગે વાત કરતા તેમના પુત્ર સુરેશભાઈ જણાવે છે કે, અમારા પિતાને શરદી-તાવ જેવુ લાગતા 83 વર્ષના અમારા માતા લીલાવંતીબેનનો પણ કોરોના ટેસ્ટ કરાવતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો. ઘરમાં સગવડ હતી એટલે બંનેને હોમ કોરન્ટાઇન કર્યા. અમારા પિતાને થોડુ ઓછું સાંભળવા સિવાય બીજી કોઇ જ બીમારી ન હતી. જયારે અમારા માતાને હ્રદયની બિમારી હતી. છેલ્લા ત્રણ વર્ષથી હ્રદય ફુલાતું હતું. તેથી અમે ઓકિસજનના બાટલાની સુવિધા રાજકોટ અને મોરબીથી પુત્ર સહિત ચાર સભ્યોને લાવીને ઘરે જ ઉભી કરી હતી.

પરિવારના મોભી 87 વર્ષીય પ્રભુલાલ લાલજીભાઇ પોપટ
પરિવારના મોભી 87 વર્ષીય પ્રભુલાલ લાલજીભાઇ પોપટ

ધાર્મિક પુસ્તકો વાંચીને સમય પસાર કરતા
વધુમાં જણાવ્યું હતું કે, આટઆટલું કરવા છતાં અમારા માતા દસેક દિવસમાં ગુજરી ગયા, જેનો મારા પિતા સહિત અમને સૌને ખુબ આઘાત હતો એટલે અમારા પિતાને ઘરે સારવાર આપવા કરતાં સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવાનું અમો 3 ભાઈઓ નકકી કર્યુ. અમારા પિતા 15 દિવસ રાજકોટની સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ રહયા. ત્યાં તેમની સારવાર સફળ રહી. અને હવે તે સાજા સારા થઇને ઘરે પરત ફર્યા છે. સમયમાં સમરસ હોસ્ટેલમાં ધાર્મિક પુસ્તકો વાંચીને યોગ્ય સારવાર લઇ તેઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

કોરોનાપ્રુફ હોવાનો સુરેશભાઇ કોરોનાની રસીને આપે
સુરેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે,મારો પુત્ર અને પુત્રી પણ મારા માતા-પિતાની ઘરની સારવાર દરમિયાન કોરોનાગ્રસ્ત થયા હતા. અને તેઓ બંને ઘરે સારવાર લઇને જ કોરોનામુકત બન્યા છે. ઉલ્લેખનીય છે કે સુરેશભાઇ અને તેમના પત્નીએ કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હતા. પરિવારના સભ્યોને કોરોના આવ્યો છતાં આ દંપતિ કોરોનાના સંક્રમણથી બચી શકયા છે. તેનો યશ સુરેશભાઇ કોરોનાની રસીને આપે છે.

અન્ય સમાચારો પણ છે...