તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:રાજકોટમાં શાકભાજી માર્કેટમાં થડાવાળા માસ્ક વગર જોવા મળ્યાં, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, સુપરસ્પ્રેડર બની શકે છે

રાજકોટ4 મહિનો પહેલા
શાકભાજી વિક્રેતા માસ્ક વગર જોવા મળ્યાં.
  • શાકભાજીના વિક્રેતા અને નાના ફેરિયાઓ નિયમનું પાલન ન કરતા હોવાનું સામે આવી રહ્યું

રાજકોટ શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ વધવા પાછળનું એક કારણ લોકોની બેદરકારી હોવાનું પણ સામે આવી રહ્યું છે. રાજકોટ શહેરના જંક્શન વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં કોઇ પણ શાકભાજીના વિક્રેતા માસ્ક પહેરતા ન હોવાનું સામે આવ્યું છે. જેની પાસેથી લોકો શાકભાજીની ખરીદી કરી રહ્યાં છે. અને આવા જ લોકો કદાચ સુપરસ્પ્રેડર બની સંક્રમણ વધારે તો નકારી શકાય તેમ નથી.

50થી વધુ વિક્રેતા માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા
કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક , સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. પરંતુ આમ છતાં પણ લોકો સરકાર દ્વારા આપવામાં આવેલી કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી રહ્યાં નથી. રાજકોટમાં જંક્શન વિસ્તારમાં રસ્તા પર પાથરણા પાથરી શાકભાજી વેચાણ કરતા વિક્રેતા જ રાજકોટમાં સુપરસ્પ્રેડર બને તો નકારી શકાય તેમ નથી. રાજકોટ જંક્શન વિસ્તારના સામે આવેલા દ્રશ્યો મુજબ 50થી વધુ વિક્રેતા માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા. જેમની પાસેથી લોકો શાકભાજી ખરીદી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર જો તંત્ર દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે તો આ જગ્યા પરથી મોટી સંખ્યામાં સુપરસ્પ્રેડર સામે આવે તેમ છે.

રોડ પર થડા ગોઠવી શાકભાજી વિક્રેતા માસ્ક પહેરતા નથી.
રોડ પર થડા ગોઠવી શાકભાજી વિક્રેતા માસ્ક પહેરતા નથી.

શાકભાજીના વિક્રેતા અને નાના ફેરિયાઓ નિયમનું પાલન કરતા નથી
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ગઇકાલે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જઇ લોકોને માસ્ક પહેરવા અને સરકારી ગાઇડલાઇન પાલન કરવા કડક સૂચના આપવા રસ્તા પર ઉતર્યા હતા. જોકે આમ છતાં પણ હજુ લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરી સ્લમ વિસ્તાર અને શાકભાજીના વિક્રેતા સહિત નાના ફેરિયાઓ નિયમનું પાલન ન કરતા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ કોરોનાની ચાલતી બીજી લહેરમાં સ્લમ વિસ્તારના લોકો પણ સંક્રમિત થતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે તમામ લોકો તકેદારી દાખવી કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...