રાજકોટ મહાનગરપાલીકામાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીને બે સીટ મળી છે કારણ કે, કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈએ હવે હાથનો સાથ છોડી આપમાં જોડાયા છે. ચારમાંથી બે કોર્પોરેટર એટલે કે 50 ટકાએ પક્ષ પલટો કરતા હવે પક્ષાંતર ધારો ન લાગુ પડે તેવું બંને કોર્પોરેટર જણાવી રહ્યા છે. માત્ર આટલું જ નહિ હવે આપ માટે મનપામાં અલગથી કાર્યાલય પણ માગવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શિવલાલ પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જણાવ્યું છે કે, રાજકોટ મનપામાં આપના બે કોર્પોરેટર છે અને તેઓ વિપક્ષની ભૂમિકામાં છે તેથી તેમને લોકોના પ્રશ્નો સાંભળવા છે તેથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને અલગથી કાર્યાલય કે બેઠક વ્યવસ્થા ઝડપથી ફાળવવી જોઈએ. આ માંગ આવતા પહેલા જ મનપાના સત્તાધીશોએ આ અંગે તૈયારી ચાલુ કરી દીધી હતી.
જો વિવાદ થશે તો કોઇ નેતા જ નહિ રહે!
હાલ કોંગ્રેસ અને આપ બંનેમાં બે બે કોર્પોરેટર છે પણ કોંગ્રેસના જ્યારે ચારેય કોર્પોરેટર હતા ત્યારે વિપક્ષી નેતાની નિમણૂક થઇ હતી. જો હવે આમ આદમી પાર્ટી વિપક્ષી નેતાના પદ માટે દાવો કરશે તો બંને સરખા મત પડશે આવી સ્થિતિમાં શાસક પક્ષ વિપક્ષી નેતા માટે જરૂરી સંખ્યાબળ નથી તેમ કહીને વિપક્ષી નેતાનું પદ કોઇને આપે નહિ તેવું પણ બની શકે છે.

Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.