તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમોસમી વરસાદ:રાજકોટમાં સતત બીજા દિવસે વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યાં

રાજકોટ2 મહિનો પહેલા
  • વરસાદથી ખેડૂતોમાં ચિંતા, ઉનાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ

રાજકોટમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ વાતાવરણ ગોરભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના મોરબી રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં.

લોકોએ ગરમીમાંથી રાહત મેળવી
વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાળુ બાજરી, તલ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાય રહી છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

જસદણમાં ધોધમાર વરસાદ
જસદણમાં ધોધમાર વરસાદ

ગોંડલ અને મોટાદડવામાં કાશ્મીર સમું વાતાવરણ, બરફવર્ષા
ગોંડલ અને મોટાદડવા સહીત આસપાસના ગામો જેવા કે કાનપર, ઇશ્વરિયા, બલધોઈ અને વિરનગરમાં કરા નો વરસાદ વરસ્યો હતો. જ્યાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કરા પડ્યા હતા.આ ઉપરાંત જસદણના આટકોટ, ખારચિયા, જંગવડ, વિરનગર સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા નું મોજુ ફરી વળ્યુ છે. હાલ વરસાદ ના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

કોટડાસાંગાણીમા સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ
કોટડાસાંગાણીમા સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ

કોટડાસાંગાણીમા સતત ત્રીજા દિવસે ​​​​​​​કમોસમી વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત
હાલ કોટડાસાંગાણી સહીતના આસપાસના ગામોમા સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.તો બીજી તરફ ખેતરોમાં પડેલ ડુંગળી અને લષણને નુકસાન થયુ છે.કોટડાસાંગાણી સહીત આસપાસના ગામોમા સાંજના સુમારે વાતાવરણમા અચાનક પલ્ટો આવ્યો હતો.અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.જોતજોતામાં ચોમાસાની માફક વરસાદ તુટી પડ્યો હતો.સાથેજ વીજળીના અવાજે ગામ લોકોને ડરાવ્યા હતા.જ્યારે પુરા દિવસના બફારા બાદ સાંજના સુમારે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અને લોકોને ગરમીથી રાહત મળી હતી.અને નાના ભુલકાઓએ કમોસમી વરસાદમા ન્હાવાની મજા લીધી હતી.

ગોંડલમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા.
ગોંડલમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા.

પડધરી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ
રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. તેમજ ગઈકાલે બપોર બાદ પડધરી તાલુકાના ગોવિંદપુર અને આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટુ વરસતા પડતા ખેડૂતો ચિંતિત છે. હાલમાં ઉનાળુ વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થવાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. લોધિકાના ધુળીયા દોમડા સહિતના ગામમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...