• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, For Some Inexplicable Reason, A Young Woman Tied A Pin To A Fan, Cut Her Throat And Shortened Her Life. After Waking Up Early In The Morning, She Died.

આપઘાત:રાજકોટમાં અગમ્ય કારણોસર યુવતીએ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, વહેલી સવારે ઉઠ્યા બાદ મોતને વ્હાલું કર્યું

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસ્વીર
  • મૃતક યુવતી બે ભાઈની એકની એક બહેન હતી
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

રાજકોટ શહેરના કેનાલ રોડ ઉપર કુંભારાવાડ શેરી નંબર 1/6 ના ખૂણે રહેતી કોલેજીયન યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે. જે બનાવની જાણ થતા બાદ રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

યુવતી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી
પ્રાપ્ત વિગત મુજબ કુંભારવાળામાં રહેતી 22 વર્ષીય દીપ્તિ સંજયભાઈ ઘોષ નામની યુવતીએ પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દીપ્તિ ચૌધરી હાઈસ્કૂલ નજીક આવેલ એમ.જે.કુંડલીયા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આજે સવારે મકાનના ઉપરના રૂમમાંથી ઉઠીને નીચેના રુમમાં તૈયાર થવા ગયા બાદ પરત ન આવતા માતાએ ઉઠીને જોતા વ્હાલી દીકરી લટકતી જોવામાં આવી હતી. જે બનાવની જાણ એ ડિવિઝન પોલીસ ને થતા હેડ કોન્સ્ટેબલ રવિભાઇ વાઘેલા અને હરવિજયસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતક યુવતી બે ભાઈની એકની એક બહેન હતી
પોલીસ તપાસમાં દીપ્તિ બે ભાઈની એકની એક બહેન હતી અને પિતા સોની કામની મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.