આપઘાત:રાજકોટમાં અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, મૃતદેહ લટકતો જોઈ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર
  • તાલુકા પોલીસે આપઘાત અંગેનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી

રાજકોટમાં વધુ એક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. શહેરના મવડી ચોક નજીક આવેલ જશરાજનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારજનોએ દેકારો મચાવ્યો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના મવડી ચોકડ નજીક આવેલ જશરાજનગરમાં રહેતા મીત કિરીટભાઇ બકરાણીયા (ઉ.વ.24) એ આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
108ની ટીમે તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સહિત સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા
પોલીસ તપાસમાં મૃતક મીત બે ભાઇમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે. આપઘાત અંગે પરિવારજનો કોઈ શંકા વ્યક્ત કરી ન હતી અને યુવકના મૃતદેહને નિહાળીને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. હાલ તાલુકા પોલીસે આપઘાત અંગેનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.