તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Following The Demand Of The Nursing Staff, All The Civil Nurses Protested In Black Clothes, Threatening To Go On Strike On Tuesday If The Demand Is Not Met.

વિરોધ:રાજકોટમાં નર્સિંગ સ્ટાફની માંગણીને પગલે સિવિલના તમામ નર્સ સ્ટાફે કાળાં કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો, માંગણી નહીં સંતોષાય તો મંગળવારે હડતાલની ચીમકી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરોધ પ્રદર્શન વિવિધ કાર્યક્રમો રૂપે ચાલું રાખવામાં આવશે - Divya Bhaskar
વિરોધ પ્રદર્શન વિવિધ કાર્યક્રમો રૂપે ચાલું રાખવામાં આવશે
  • રવિવારે મીણબત્તી પ્રગટાવીને કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે
  • સોમવારે ઘંટડી-થાળી વગાડીને સરકારને ઢંઢોળશે

સિવિલ હોસ્પિટલમાં જાણે કે હડતાલની મૌસમ ખીલી હોય તેવી રીતે તબીબી શિક્ષકોની હડતાલનો અંત આવ્યો છે ત્યાં હવે નર્સિંગ સ્ટાફમાં વિરોધનો વંટોળ ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. રાત-દિવસ જોયા વગર કોવિડની સારવાર કરી રહેલા નર્સિંગ સ્ટાફની માંગણી છેલ્લા ઘણા સમયથી પડતર જ રહી હોવાથી અંતે આંદોલનનો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આંદોલનના ભાગરૂપે આજે સિવિલનો તમામ સ્ટાફે કાળાં કપડાં પહેરીને ફરજ બજાવી વિરોધ દર્શાવ્યો હતો. અને જો માંગણી નહીં સંતોષાય તો મંગળવારે એક દિવસની હડતાલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.

વિરોધ પ્રદર્શન વિવિધ કાર્યક્રમો રૂપે ચાલું રાખવામાં આવશે
આ અંગે યુનાઈટેડ નર્સિંગ ફોરમના હોદ્દેદારોએ જણાવ્યું કે,રાજ્યમાં કોવિડ સારવારમાં વ્યસ્ત નર્સિંસની કોઈ જ સમસ્યાઓનું નિરાકરણ ન આવવાને પરિણામે રાજ્યના નર્સિંસ દ્વારા નાછૂટકે આંદોલનનું શસ્ત્ર ઉઠાવવાની ફરજ પડી રહી છે. આ અંતર્ગત તા.12થી શરૂ કરેલ વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો રૂપે ચાલું રાખવામાં આવશે.આ ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ આવશે અને જો મંગળવાર સુધીમાં તેમની માંગણીનો યોગ્ય ઉકેલ નહીં આવે તો એક દિવસની હડતાલ પાડવામાં આવશે.

રવિવારે મીણબત્તી પ્રગટાવીને કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે
રવિવારે મીણબત્તી પ્રગટાવીને કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે

માંગણી નહીં સંતોષાય તો મંગળવારે હડતાલની ચીમકી
આજે સવારે 8 વાગ્યે તમામ નર્સે સમૂહ પ્રાર્થના કર્યા બાદ કાળા કપડાં પહેરીને દેખાવો કર્યા હતા. તા.16ને રવિવારે સાંજે 7:30 કલાકે મીણબત્તી પ્રગટાવી કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.અને સોમવારે સવારે 8 વાગ્યે થાળી-ઘંટડી વગાડીને સરકારને ઢંઢોળવામાં આવશે. આ કાર્યક્રમ વખતે કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખવા ઉપરાંત દર્દીની સારવારમાં કોઈ વિક્ષેપ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.આમ છતાં જો સરકાર દ્વારા હકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા.18ને મંગળવારે એક દિવસની પ્રતિક હડતાલ પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...