• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Folklorist Devayat Khawade Celebrated His Landing With His Family, Saying: "Political Wind Is Good, I Will Get Involved In Politics If I Get The Chance."

સેલિબ્રિટીની ઉતરાયણ:રાજકોટમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે પરિવાર સાથે ઉતરાયણ મનાવી, કહ્યું: રાજકીય પવન સારો છે,મોકો મળશે તો રાજકારણમાં ઝંપલાવીશ

રાજકોટ10 દિવસ પહેલા
લોકસાહિત્યકાર દેવાયત ખવડે પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરી
  • લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી

આજે રાજકોટિયન્સ મકરસંક્રાતિના પર્વની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે સેલિબ્રિટી પણ આજના આ પર્વની ઉજવણી મિત્રો અને પરિવાર સાથે કરી રહ્યા છે. રાજકોટ ખાતે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવી રહ્યા છે. જ્યાં તેમણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકીય પવન સારો છે,મોકો મળશે તો રાજકારણમાં ઝંપલાવીશ.

આજના દિવસે કોઈ મુહૂર્ત જોવાની જરૂરિયાત રહેતી નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજના દિવસે બાળપણની એક યાદ આવે છે બાળપણમાં તેઓ ગામડામાં રહેતા અને બપોર સુધી પતંગ લૂંટતા અને સાંજે પતંગ ઉડાવતા હતા. આજનો આ એવો દિવસ છે કે આજના દિવસે કોઈ મુહૂર્ત જોવાની જરૂરિયાત રહેતી નથી. આજના દિવસે દાનપુન કરવું પણ ખુબ જ લાભદાયી માનવામાં આવે છે.

લોકસાહિત્યકાર દેવાયત ખવડે પરિવાર અને મિત્રો ઉતરાયણ ઉજવી
લોકસાહિત્યકાર દેવાયત ખવડે પરિવાર અને મિત્રો ઉતરાયણ ઉજવી

લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ
આજે 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાતિનો પર્વ છે. આજે સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરતો હોય છે. આજના દિવસે નાના મોટા સૌ કોઈ લોકો પતંગ ઉડાવી પરિવાર અને મિત્રો સાથે મળી ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે લોકસાહિત્યકાર દેવાયત ખવડે ઉતરાયણ ઉજવતા વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કોવિડ સંક્ર્મણ વધતા આવતા દિવસોમાં લોકો ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

બાળપણમાં ગામડે રહેતા હતા, નડિયા વાળા મકાન હતા: દેવાયત ખવડ
બાળપણમાં ગામડે રહેતા હતા, નડિયા વાળા મકાન હતા: દેવાયત ખવડ

આવતી ચૂંટણીમાં સત્યને સાથ આપીશ
ઉલ્લેખનીય છે કે રાજકીય પવનની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજકીય પવન સારો છે આવતી ચૂંટણીમાં સત્યને સાથ આપી સેવા કરવા મોકો મળશે તો જરૂર રાજકારણમાં પ્રવેશ કરી સત્યની સાથે સેવા કરવા માંગુ છું.આ સાથે તેઓએ પોતાની બાળપણની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, બાળપણમાં ગામડે રહેતા હતા, નડિયા વાળા મકાન હતા તો બપોર સુધી પતંગ લૂંટી સાંજના કોઈ બીજાની અગાસી પર જઈ પતંગ ચગાવવા જતા હતા.

પરિવાર સાથે ધાબા પર હાર્મોનિયમ સાથે સંગીતની મજા માણી ઉતરાયણ પર્વની ઉજવણી કરી.
પરિવાર સાથે ધાબા પર હાર્મોનિયમ સાથે સંગીતની મજા માણી ઉતરાયણ પર્વની ઉજવણી કરી.

હેમંત ચૌહાણએ પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી
આજે ગુજરાતના જાણીતા કલાકાર હેમંત ચૌહાણએ પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર જરૂર ન હતું પરંતુ તેઓ પોતાના પરિવાર સાથે ધાબા પર હાર્મોનિયમ સાથે સંગીતની મજા માણી ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. અને આપણી મજામાં અબોલ પક્ષીઓની કાળજી રાખવા લોકોને અપીલ કરી હતી.