તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં આજે જૂની કલેક્ટર કચેરી ખાતે NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપનેતા ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વોર્ડ નંબર 13ના ઉમેદવારોનાં ફોર્મ ભરાતાં હતાં એ વખતે રેશ્મા પટેલે મેન્ડેટ માટે બોલાચાલી કરી હતી. જેથી અધિક કલેક્ટરની ચેમ્બરમાંથી રેશ્મા પટેલની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યાં હતાં. રેશ્મા પટેલે અધિક કલેક્ટરની કચેરીમાં કહ્યું હતું કે સાહેબ, હું તમને રિકવેસ્ટ કરું છું કે ભાજપની દરેક જગ્યાએ ગુંડાગર્દી નહીં ચાલે. અમે તમારા માટે માન રાખીએ છીએ અને તમે આવો ભેદભાવ રાખો છો એ અમે નહીં ચલાવી લઈએ.
રેશ્મા પટેલને ટીંગાટોળી કરીને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાં
રેશ્મા પટેલે કહ્યું હતું કે આવી રીતે ભાજપના લોકો વાત કરે છે એ જરાય ચલાવી લેવામાં નહીં આવે. આ લોકો મહિલાઓનું અપમાન કરે છે. રેશ્મા પટેલે મેન્ડેટની વાતને લઈને બોલાચાલી કરી હતી. રેશ્મા પટેલે કહ્યું, તમે શાંતિથી વાત કરો, અવાજ નહીં. મહત્ત્વનું છે કે ભાજપ દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. દરમિયાન રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે જૂની કલેક્ટર કચેરીમાં જ બોલાચાલી થઈ હતી, જેમાં મામલો વધારે ઉગ્ર બનતાં રેશ્મા પટેલને ટીંગાટોળી કરીને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
ઉદય કાનગડે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો રેશ્મા પટેલનો આક્ષેપ
ભાજપના લિસ્ટ મુજબ, આજે ભાજપી ઉમેદવારો પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. ફોર્મ ભરતા સમયે રેશ્મા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીની અંદર જ બોલાચાલી થઈ ગઈ હતી. જોતજોતાંમાં ઉદય કાનગડે તુંકારાથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. એ બાદ રેશ્માએ કાબૂ ગુમાવી દીધો હતો. રેશ્મા પટેલે આરોપ લગાવ્યો કે ઉદય કાનગડે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, સાથે જ તેમણે ભાજપ દ્વારા મહિલાઓના અપમાનનો પણ આરોપ લગાવ્યો હતો.
અમે કોઈ પણ જાતનું ગેરવર્તન કર્યુ નથી-ઉદય કાનગડ
ઉદય કાનગડે જણાવ્યું હતું કે, અમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી.આ દરમિયાન રેશ્માબેન અને તેના 8થી 10 લોકો સીધા જ ચૂંટણી અધિકારી પાસે આવી મેન્ડેટની પ્રોસીજર શું છે સહિતની બાબતે ચૂંટણી અધિકારી સાથે ઝગડો કરવા લાગ્યા હતા. મેં રેશ્માબેનને કહ્યું પહેલા અમારી પ્રોસીજર પૂરી થવા દ્યો. બાદમાં તમારી પ્રોસીજર કરાવજો. બસ એટલી વાતમાં રેશ્માબેન ઉશ્કેરાય ગયા. તેમની ટેવ મુજબ મીડિયાને જોઈ સસ્તી પ્રસિદ્ધી મેળવવા મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા. અમે કોઈ પણ જાતનું ગેરવર્તન કર્યુ નથી.
ભાજપના ઉમેદવારોનાં ફોર્મ ભર્યાં અને અમારા ઉમેદવારોને બહાર કાઢી મૂક્યા-રેશ્મા પટેલ
રેશ્મા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં જૂની કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારી તરીકે ગઢવીસાહેબ કરીને બેસે છે. તેમની સમક્ષ મારે મેન્ડેટને લઇને બે વાત કરવી હતી, પરંતુ ભાજપના ઉમેદવારોનાં જ ફોર્મ લેવામાં આવી રહ્યાં હતાં અને અમારા ઉમેદવારોને બહાર કાઢી મૂક્યા હતા. ભારત દેશના અધિકૃત નાગરિક તરીકે પ્રાંત અધિકારીએ બધા સાથે સરખું કામ કરવું જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ફોર્મ ભરવા દેવામાં આવે છે.
પ્રાંત અધિકારી મોઢામાં મગ ભરીને બેઠા હતા
રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે NCP પાર્ટી એક વિપક્ષ છે. તેમણે આવી સત્તાધારી પાર્ટીની ગુંડાગર્દી સહન કરવાની? એવો મારો સવાલ છે. બાજુમાં ભાજપના એક ભાઇ હતા, તેમણે મારી સાથે ગેરવર્તન કરી ગાળો ભાંડી હતી. ભાજપના લોકોએ તંત્રનો દુરુપયોગ કરી ધક્કામુક્કી કરી હતી. મને બહાર ખસેડવાનો તેમણે પ્રયાસ કર્યો છે. મને દુઃખ થાય છે કે પ્રાંત અધિકારી મોઢામાં મગ ભરીને બેઠા હતા. તેનો અધિકાર નથી કે કોઇપણ પક્ષ સાથે અન્યાય કરે. ગાઇડલાઇન્સ પ્રમાણે, માત્ર ત્રણ વ્યક્તિ જ હોવી જોઇએ, એને બદલે ભાજપના 50 લોકો અંદર બેઠા હતા.
પ્રાંત અધિકારીએ ભાજપના લોકોને જ પ્રોત્સાહન આપ્યું-રેશ્મા પટેલ
રેશ્મા પટેલે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમે ચાર વ્યક્તિ સાથે રજૂઆત કરવા આવ્યા તો અમને લોકોને બહાર કાઢવામાં આવ્યા. પ્રાંત અધિકારીએ ભાજપના લોકોને જ પ્રોત્સાહન આપ્યું છે. હું પ્રાંત અધિકારી પર ધિક્કારની લાગણી અનુભવું છું. શરમ આવે છે કે અમે લડી રહ્યા છીએ અને તમે ભાજપના લોકોનાં કામ કરો છો. પગાર લોકોના પૈસાનો ખાવ છો અને તે લોકો અમને ગાળો દે છે તથા તમે તમાશો જોઇ રહ્યા છો. લડીશું અને ભાજપનાં સૂપડાં સાફ કરીશું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.