• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Employees, Including The Driver conductor, Will Land At Mass CL From The 21st, Shouting Slogans And Protesting At The Office.

તહેવાર પર ST બંધ:રાજકોટમાં તા.21થી ડ્રાઇવર કંડક્ટર સહિતના કર્મચારીઓએ માસ CL પર ઉતરશે, સુત્રોચ્ચાર કરી કચેરી ખાતે પડતર પ્રશ્નો અંગે વિરોધ દર્શાવ્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • બે દિવસમાં પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટીમેટમ

એસ.ટી.નિગમનાં 45 હજાર કર્મચારીઓનાં પડતર પ્રશ્નો અંગે છેલ્લા કેટલાંક સમયથી ત્રણે યુનિયનોની બનેલી સંકલન સમિતિ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો ચાલી રહ્યા છે.આ કાર્યક્રમોનાં ભાગરૂપે રાજકોટ એસ.ટી.વિભાગીય કચેરી ખાતે આજરોજ પણ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો દ્વારા પડતર પ્રશ્નો સંબંધે ઘંટનાદ અને ઉગ્ર સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

આ પૂર્વે 14 દિવસનો સમય આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે આજ સુધીમાં બે વખત પાછી ઠેલાયેલી એસ.ટી.કર્મચારીઓની હડતાલ હવે આગામી તા.21 ના રોજ નિશ્ચીત બની રહ્યાનું લાગી રહ્યું છે. આ અંગે કર્મચારી યુનિયનનાં હોદેદારોનાં જણાવ્યા મુજબ કર્મચારીઓની માંગણી સંબંધે સરકારને અમોએ અત્યાર સુધીમાં 14 દિવસનો સમય આપ્યો હતો ત્યારે હવે વધુ સમય સંકલન સમિતિ આપવા માંગતી નથી.

સંકલન સમિતિ હડતાલ માટે મકકમ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે જો આવતા બે દિવસો દરમ્યાન સરકાર એસ.ટી.કર્મચારીઓની માંગણીઓ નહિં સંતોષે તો તા.21 થી સામુહીક માસ સીએલ સાથે રાજયભરનાં 45 હજાર એસ.ટી.કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જશે. એસ.ટી.નાં 45 હજાર કર્મચારીઓએ તા.21 ના રજા રીપોર્ટ મુકી દીધા છે જ અને હવે જો બે દિવસમાં સરકાર કોઈ પ્રતિભાવ નહિં આપે તો સંકલન સમિતિ હડતાલ માટે મકકમ છે.