રાજકોટના રૈયાધાર ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી પરિણીતાની ફરિયાદ પરથી જામનગર રોડ તોપખાનામાં રહેતા પતિ પિયુષભાઇ રમેશભાઇ ઝાલા,સસરા રમેશભાઇ મોહનભાઇ ઝાલા,સાસુ લીલાબેન રમેશભાઇ ઝાલા,જેઠ રવિભાઇ રમેશભાઇ ઝાલા,નણંદ શીલ્પાબેન રમેશભાઇ ઝાલા અને કુંદનબેન મોહનભાઇ ઝાલા (ફઈજી સાસુ) વિરુધ્ધ મહિલા પોલીસમાં ગુન્હો નોંધાયો છે.
નાની નાની બાબતમાં ગાળાગાળી કરતા
આ અંગે પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ હું મારા પિયરમા રહું છું અને સફાઇકામ કરી મારું ગુજરાન ચલાવુ છું. મારા લગ્ન આશરે સત્તર વર્ષ પહેલા પિયુષ સાથે અમારી જ્ઞાતીના રીત રીવાજ મુજબ થયેલ લગ્નજીવનથી અમારે બે દિકરા છે. જે હાલ અમારી પાસે છે અમારા લગ્નબાદ હું 6 મહીના અમારા સાસરે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્નબાદ થી જ અમારા સાસરીયા વાળાઓ અમોને નાની નાની બાબતમાં ગાળાગાળી કરતા અને અમોને ઘરમાંથી બહાર નિકળી જવાનું કહેતા હતાં.
સાસુ મારા પતિ પાસે માર ખવડાવતા
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, અમારા જેઠ રવિભાઇ પણ અમોને ગાળાગાળી કરી ઝઘડો કરી હેરાન કરતા તથા અમારા ફઇજી સાસુ કુંદનબેન પણ અમોને ઘરકામ જેવી બાબતોમાં મેણા ટોણા બોલી અવારનવાર ઘરમાંથી નિકળી જવાનુ કહી અમોને હેરાન કરતા હતા. અમારા સાસુ સસરા લીલાબેન અને રમેશભાઇ પણ પતિને મારા વિરુધ્ધ ચઢામણી કરી અમોને મારા પતિ પાસે માર ખવડાવતા તથા અમારા સાસરીયાવાળાઓ અમોને અમારા પિતા પાસેથી અવારનાવાર રુપિયા લઇ આવવાનું કેહતા જેથી અમો અમારા પતિ સાથે અલગ ભાડાના મકાનમાં રહેવા લાગેલ જ્યા અમારા પતિ અવારનવાર દારુ પી આવી અમોને જેમ ફાવે તેમ બોલી મારકુટ કરતા તથા ઘરખર્ચ પણ આપતા નહી.
છેલ્લા 4 વર્ષથી હું મારા બાળકો સાથે પિયરમાં રહું છું
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે,તથા અમો આ ત્રાસના કારણે હું મારા પિયર આવતી રહી હતી. અમે અવારનવાર સમાજ દ્વારા તથા ઘરમેળે સમાધાન કરી રહેતા તેમ છતા મારા પતિના વર્તનમા કોઇ સુધારો થયેલ ન હોય તથા અમો છેલ્લા ચારેક વર્ષથી મારા બાળકો સાથે અમારા પિયરમાં રહીએ છીએ તથા અમારા પતિ સાથે અવારનવાર સમાધાનના પ્રયત્નો કરવા છતા તેઓ કોઇએ સમાધાન ન કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.