બૂટલેગરનો નવો કીમીયો:રાજકોટમાં પાણીના પાઉચની આડમાં દેશી દારૂ વેચાણ, પોલીસે દરોડો પાડી 6900નો મુદામાલ કબ્જે કર્યો, આરોપી ફરાર

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાઉચની કોથળીઓમાં દારૂ ભરી નાના પાઉચ બનાવી વેંચતો હતો  - Divya Bhaskar
પાઉચની કોથળીઓમાં દારૂ ભરી નાના પાઉચ બનાવી વેંચતો હતો 
  • ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજકોટમાં બુટલેગરો દ્વારા દારુનું વેચાણ કરવા માટે અવનવા નુસખા અપનાવવામાં આવતા હોય છે. પોલીસ પકડથી બચવા માટે બૂટલેગરો અલગ અલગ રીતે દારૂનો જથ્થો શહેરમાં પહોંચાડવા પ્રયત્ન કરતા હોય છે. રાજકોટમાં લાલપરી મફતીયાપરામાં પાણીના પાઉચની આડમાં દારુ વેંચતો હોવાની બાતમીના આધારે આજે શહેર ક્રાઇમ બ્રાંચે દેશી દારૂના ધંધાર્થીનો એક નુસખો ઉઘાડો પાડ્યો છે. જે દેશી દારૂના એવા પાઉચ બનાવતો હતો. જેમાં પહેલી નજરે જોતાં પાણીના પાઉચ દેખાય. તેના ઉપર માર્કો પણ રોયલ વોટરનો હોય પણ હકિકતે આ દેશી દારૂનું પાઉચ હોય છે.

પાઉચની કોથળીઓમાં દારૂ ભરી નાના પાઉચ બનાવી વેંચતો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, લાલપરી મફતીયાપરામાં આરએમસી પ્લાન્ટ બિલ્ડીંગ અને શુલભ શૌચાલયની વચ્ચેના ભાગે રહેતો રાજેશ છગનભાઇ મકવાણા નામનો શખ્સ દેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી બાદમાં પ્લાસ્ટીકની પાણીના પાઉચની કોથળીઓમાં દારૂ ભરી નાના પાઉચ બનાવી વેંચતો હોવાની બાતમી DCBના જયુભા એમ.પરમાર અને પ્રતાપસિંહ ઝાલાને મળતાં દરોડો પાડવામાં આવતાં રાજેશ ભાગી ગયો હતો.

ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા કમર કસી
પરંતુ ઘરમાંથી રૂ.3900નો 195 લિટર દારૂ, પાઉચ બનાવવાનું રો મટીરીયલ્સ, તથા પાઉચને પેક કરવા માટેના ત્રણ ઇલેક્ટ્રિક મશીનો અને રૂ. 3000ના મળી કુલ રૂ.6900નો મુદ્દામાલ મળતાં તે કબ્જે કરાયો હતો. નાસી ગયેલા આરોપી રાજેશ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ FIR નોંધી તેને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે