વ્યવસ્થા:રાજકોટ જિલ્લામાં તંત્ર મતકુટીર લઈને ઘરે પહોંચ્યું, 454નું પોસ્ટલ મતદાન

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 80થી વધુ વયના 48355 મતદાર, દિવ્યાંગ મતદારની સંખ્યા 14512
  • મતદાન મથક સુધી ન આવી શકનાર માટે ઘરેથી જ મતદાન

રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન 1 તારીખે છે પણ પોસ્ટલ મતદાન અત્યારથી શરૂ થઈ ગયા છે. દિવ્યાંગો અને વૃદ્ધો પૈકી જે મતદાન મથક સુધી પહોંચી શકે તેમ નથી તેમને મથકે પહોંચાડવાના પ્રયાસો ઉપરાંત વયોવૃદ્ધ હોય તેમના માટે પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરી દેવાઈ હતી અને તે મતદાન શરૂ કરાતા તંત્ર મતકુટીર લઈને મતદાન માટે અરજી કરનારાઓના ઘરે પહોંચી રહ્યું છે અને મતદાન થઈ રહ્યાં છે.

જે આગામી દિવસો સુધી જે તે આર.ઓ.એ નક્કી કરેલા દિવસો સુધી ચાલશે. જિલ્લામાં 80થી વધુ વયના 48355 મતદાર છે. આ પૈકી 474 વડીલ મતદારે પોસ્ટલ બેલેટ માટે સંમતિ આપી હતી જે પૈકી બુધવારે 173 સહિત અત્યાર સુધીમાં 385એ મતદાન કરી નાખ્યું છે. આ સિવાય જિલ્લામાં 14512 દિવ્યાંગ મતદાર પૈકી 91 મતદારે પોસ્ટલ મત આપવા માટે ફોર્મ ભર્યું હતું અને તેમાંથી પણ 69 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

સર્વિસ મતદારો અને પોલિંગ સ્ટાફ સહિત 16992ને મતપત્ર અપાયા
રાજકોટ જિલ્લામાં કુલ 675 સર્વિસ મતદાતા નોંધાયેલા છે. જેમાંથી 447 સર્વિસ મતદારને ટપાલ મત પત્ર આપી દેવાયા છે. 16247 પોલિંગ સ્ટાફમાંથી 4641 મતદારને ટપાલ મત પત્ર આપવામાં આવ્યા છે. આ બંને સહિત કુલ 16992 મતદારમાંથી 5088 ટપાલ મતપત્ર જારી કરાયા છે, જેમાંથી 360 લોકોએ મતદાન પણ કરી નાખ્યું છે. આવશ્યક સેવા વાળા 287 કર્મચારીએ ફોર્મ 12ડી ભર્યું છે. જેની સામે 6 પોસ્ટલ બેલેટ અપાયા છે અને તેઓએ ટપાલથી પોતાનો મત આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...