તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટિંગ ઘટ્યું, કોરોના નહીં:રાજકોટ જિલ્લામાં 10 જ દિવસમાં ટેસ્ટિંગમાં 50%નો કાપ મૂક્યો, છતાં પોઝિટિવિટી રેટ 6 ગણો વધી 12.7% થઈ ગયો

રાજકોટ3 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • આમાં ગામ કઈ રીતે કોરોનામુક્ત બનશે !

રાજ્ય સરકારે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના ગામડાઓને કોરોનામુક્ત કરવા ‘મારુ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ કર્યુ છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગ કીટ ઘણા સમયથી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. રાજકોટ શહેર બાદ જિલ્લાની પરિસ્થિતિ ચિંતા જનક જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધતા પોઝિટિવ દર્દીનું રેસીયો એક જ સપ્તાહમાં 3 ગણો આગળ વધ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

કેસ વધતા સ્થાનિક તંત્રની ચિંતામાં વધારો
રાજકોટ શહેરને ધમરોળી નાખનાર કોરોના વાયરસ હવે જિલ્લાના ગામડાઓમાં પગ જમાવી રહ્યો હોવાથી તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગા સંબોધનમાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો કોરોના એક વખત ગામડામાં પ્રસરી ગયો તો પછી તેને કાબૂમાં કરવો અત્યંત કપરો બની જશે ત્યારે હવે તેમની આ ચિંતા રાજકોટ જિલ્લામાં સાચી ઠરી રહી હોય તેવી રીતે એક સપ્તાહમાં પોઝિટીવિટી રેટમાં નવ ટકાનો વધારો નોંધાતાં સરકાર તેમજ સ્થાનિક તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

પોઝિટિવ રેટ 11.4 ટકાએ પહોંચી ગયો
રાજકોટ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સાત દિવસ પહેલાં તારીખ 2 મેના રોજ એક જ દિવસમાં 3813 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 127 લોકોનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા હતા. આ રીતે જોવા જઈએ તો સાત દિવસ પહેલાં જિલ્લામાં પોઝિટીવિટી રેટ 3.3 ટકા નોંધાયો હતો. જો કે સાત દિવસમાં સ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હોય તેવી રીતે 9મે ના રોજ એક દિવસમાં 3452 લોકોનો ટેસ્ટ કરાયો હતો જેમાંથી 395 લોકો પોઝિટીવ નીકળતાં રેટ 11.4 ટકાએ પહોંચી ગયો છે.

એક સપ્તાહમાં પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં 1394ને પાર
એકંદરે જેમ જેમ ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે તેમાં પોઝિટીવ કેસ પણ વધુ મળી રહ્યા છે.. હવે આ રફ્તારને કેવી રીતે અટકાવવી તેની રણનીતિ ઘડવામાં સ્વાસ્થ્ય અધિકારીઓ લાગી ચૂક્યા છે. આ સાથે જ એક સપ્તાહમાં પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં 1394ને પાર દર્દીઓમાં વધારો થયો હોવાનું પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા પરથી જાણવા મળી રહ્યું છે. 9 મેં સુધી સુધીમાં રાજકોટમાં કુલ 11303 પોઝિટીવ કેસ મળી ચૂક્યા છે અને તેમાંથી 1532 દર્દીઓની સારવાર ચાલી રહી છે જેમાંથી 274 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું તો 625 જેટલા દર્દીઓ ડીસીએચસી-સીસીસીમાં સારવાર મેળવી રહ્યા છે તો 633 જેટલા દર્દીઓ હોમ આઈસોલેટ હોવાનું તંત્રએ જાહેર કર્યું છે.

તારીખટેસ્ટિંગકેસપોઝિટિવ રેટ
14318952.2%
238131273.3%
323391275.4%
431561334.2%
533161705.1%
631041695.4%
725431104.3%
8243529011.9%
9345239511.4%
10199025312.7%
અન્ય સમાચારો પણ છે...