સગીરાએ 35 વર્ષના પ્રેમી સાથે કર્યો આપઘાત:રાજકોટમાં મોટી બહેને ‘તું નાની છો, લગ્ન કરાવી આપીશું’ કહેવા છતા ધીરજ ન રાખી

રાજકોટ2 મહિનો પહેલા

આપઘાત કરવું એ સામાન્ય વાત બની ગઈ છે. રાજકોટમાં રોજ બરોજ આપઘાતના બનાવની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટના બિલેશ્વર નજીક માલગાડી નીચે ઝંપલાવી પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. સગીરાની મોટી બહેને મીડિયાને જણાવ્યું હતું કે, મારી નાની બહેનને મેં કહ્યું હતું કે, ‘તું નાની છો, હજી બે બહેનની સગાઈ કરી છે તેના લગ્ન થઈ જાય પછી તારા લગ્ન કરાવી આપીશું, પરંતુ તેણે ધીરજ ન રાખી અને આવું પગલું ભરી લીધું હતું.’

રાજકોટની ભાગોળે બિલેશ્વર નજીક આજે સવારે ઘટના બની
રાજકોટમાં આજે વહેલી સવારે શહેરની ભાગોળે બિલેશ્વર નજીક ટ્રેનની વચ્ચે પડતું મૂકી એક યુગલે આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. બિલેશ્વર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર દ્વારા સવારે રેલવે પોલીસ મથકમાં જાહેરાત કરવામાં આવી હતી. તેમાં બિલેશ્વર નજીક માલગાડી ટ્રેનની નીચે એક યુગલે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાન અને સગીરાનો મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન ચુનારાવાડમાં રહેતો મનોજ બિજલ ગુજરીયા (ઉં.વ.35) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેની સાથે રહેલી સગીરા ચુનારાવાડમાં જ રહેતી તેની પ્રેમિકા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સગીરાના પરિવારજનોએ હોસ્પિટલમાં આક્રંદ કરતા ગમગીની છવાઈ હતી.
સગીરાના પરિવારજનોએ હોસ્પિટલમાં આક્રંદ કરતા ગમગીની છવાઈ હતી.

યુવકને ઘરની નજીક રહેતી સગીરા સાથે આંખ મળી ગઈ હતી
35 વર્ષીય યુવક મનોજ બીજલ ગુજરીયાને નજીકમાં જ રહેતી સગીરા સાથે આંખ મળી ગઇ હતી, બન્ને એકબીજાના પ્રેમમાં હતા. બાદમાં સગીરાએ લગ્ન માટે પરિવારજનોને વાત કરી હતી. પરંતુ પરિવારજનોએ હજુ ‘તું નાની છો, મોટી બે બહેનના લગ્ન બાદ તારા લગ્ન કરાવી આપશું’ તેવું કહ્યું હતું. જો કે, આ બાદ પણ પરિવારની વાત સાંભળ્યા વગર ગઈકાલે રાત્રિના સગીરા ઘરેથી ચાલવા જવાનું કહી નીકળી ગયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે, ક્યાંય પત્તો ન લાગતા આખી રાત પરિવારજનો તેની દીકરીને શોધવા લાગી ગયા હતા અને સવારે રેલવે પોલીસનો ફોન આવતા દીકરીને મૃત હાલતમાં જોઈ પરિવારના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી અને કલ્પાંત સર્જાયો હતો.

યુવકનો પરિવાર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો.
યુવકનો પરિવાર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો.

પગ દુખે છે તો બહાર ચાલવા જવાનું કહી નીકળી ગઈ
પોલીસની પ્રાથમિક તપાદમાં પ્રેમસબંધમાં જ આ યુગલે આપઘાત કરી લીધો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે પોલીસે યુવક અને સગીરાના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાની બહેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો પગ દુખે છે તો હું બહાર ચાલવા માટે જાવ છું. ચાલવા ગઈ પછી પાછી આવી જ નહીં. બાદમાં અમે પોલીસ સ્ટેશન ગયા હતા. અમને કાઈ જ ખબર નથી. કાચી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવી હતી.

યુવક અને સગીરાની ફાઈલ તસવીર.
યુવક અને સગીરાની ફાઈલ તસવીર.

બહેન ન મળતા આખી રાત અમે સૂતા જ નથી
સગીરાની મોટી બહેને વધુમાં જણાવ્યું હતું કે, આખી રાત અમે સૂતા નથી. શેરીમાં બાઇક નીકળે તો પણ અમે બહાર નીકળતા હતા. સવારે 10.30 વાગ્યે ફોન આવ્યો કે, તમે રેલવે સ્ટેશન આવો તો હું રેલવે સ્ટેશને ગઈ તો હું મારી બહેનને જોઈ જ ન શકી. મારી બહેનના પ્રમસંબંધની 7 મહિનાથી ખબર હતી. અમે કહ્યું કે તારું અમે કરી દઈશું. બે મોટી બહેનની સગાઈ થઈ ગઈ એના તો આપણે પહેલા લગ્ન કરવાના ન. આ બે બહેનના લગ્ન થઈ જાય પછી તારા લગ્ન કરી દઈશ તેવું મેં કહ્યું હતું. પરમદિવસે મને કહ્યું કે મારે કપડા લેવા છે તો અમે તેના માટે નવા કપડા લઈ આવ્યા હતા.

સગીરાની બહેને મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી.
સગીરાની બહેને મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી.

રાતે જ પોલીસ અમારા ઘરે આવી હતી
મૃતક યુવાનના ભાઈ અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, રાતનો મારો ભાઈ જતો રહ્યો હતો. સવારે પોલીસ ખાતામાંથી ફોન આવ્યો કે તમારા ભાઈનો મૃતદેહ રેલવે સ્ટેશનના પાટા પરથી મળ્યો છે. આથી અમે પરિવારજનો રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. 6 મહિનાથી તેને પ્રેમસંબંધ હતો. કાલ રાત્રે અમારા ઘરે પોલીસ આવી હતી. પોલીસ સાથે જ સગીરાના ઘરે ગયા હતા અને તેના પરિવાર સાથે વાત કરી હતી. બાદમાં પોલીસે અમને કહ્યું કે, તમે જાવ હવે છૂટ્ટા એટલે અમે ઘરે આવતા રહ્યા હતા.