તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:રાજકોટમાં આજથી 5 દિવસ સુધી કોવિશિલ્ડ નહિ, કોવેક્સિન અપાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સવારે 10 વાગ્યે પોર્ટલ ખૂલશે ,એક સેન્ટર પર 75ને જ રસી અપાશે
  • 45 કરતા વધુ વય માટેનો જથ્થો વધારીને પ્રતિ સેન્ટર 300નો કરાયો

રાજકોટમાં વેક્સિન મુકાવવા માટે યુવાનોમાં જાગૃતિ છે પણ સ્ટોક મર્યાદિત હોવાથી પ્રતિ સેન્ટર માત્ર 100 અને તેમાં પણ છેલ્લા બે દિવસથી 75ના જ રજિસ્ટ્રેશન થતા હતા. દિવસ દરમિયાન ગમે ત્યારે પોર્ટલ ખૂલતું તેથી યુવાનો આખો દિવસ રાહ જોઈને બેસતા અને આખરે ફુલ જ બતાવતું હતું તેથી હવે દરરોજ સવારે 10 વાગ્યે જ પોર્ટલ ખોલવાની સૂચના આરોગ્ય વિભાગ તરફથી મળતા રાજકોટમાં પણ સવારે 10 વાગ્યે પોર્ટલ ખોલવામાં આવશે.

રસીનો જથ્થો ઓછો હોવાથી ઘણા સેન્ટર પર 75-75 ડોઝ જ આપવામાં આવતા આથી સીકરણની સંખ્યા 3000ની આસપાસ આવી ગઈ હતી. જોકે હવે વધુ 50,000 ડોઝનો જથ્થો આવી જતા ફરીથી 100-100 લોકોને રસી અપાઈ રહી છે અને રસીકરણ વધાર્યુ છે. જ્યારે કેન્દ્ર સરકારમાંથી પણ 25000 રસીનો જથ્થો આવતા પ્રતિ સેન્ટર 200ને બદલે હવે 300 ડોઝ આપવામાં આવશે.

અત્યાર સુધી બધાને કોવિશિલ્ડ જ રસી અપાતી હતી પણ રાજકોટ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે, આગામી 5 દિવસ અથવા તો જ્યાં સુધી જથ્થો છે ત્યાં સુધી કોવેક્સિન જ આપવામાં આવશે અને ત્યારબાદ ફરીથી કોવિશિલ્ડ આપવાનું શરૂ કરશે. તબીબો જણાવે છે કે, બંને રસી એક જ સરખી છે કોઇપણ રસી લઈ શકાય છે. રાજકોટમાં કોરોનાની રસીનો જથ્થો આવતા સોમવારે 11003 નાગરિકોએ રસીનો ડોઝ લીધો હતો જેમાં 18થી 44 વર્ષમાં 5744, જ્યારે 45થી વધુમાં ઉંમરના 5259 નાગરિકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...