ગ્રામ પંચાયતનું પરિણામ:લોધિકાના વાગુદડ ગામમાં મુકેશભાઇ વિરડા માત્ર 1 મતથી સરપંચ તરીકે વિજેતા બન્યા

રાજકોટએક મહિનો પહેલા
ફૂલ-હાર પહેરાવી ઢોલ-નગારા સાથે વિજેતા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવવામાં આવી
 • 965 બુથની ગણતરી માટે 212 ટેબલ ગોઠવાયા, 4125 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
 • સૌથી વધુ વીછિંયા તાલુકામાં 81.44 ટકા જયારે સૌથી ઓછું ધોરાજી 70.02 ટકા નોંધાયું હતું

રાજકોટ જિલ્લામાં હાલ ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી આજે શરુ થઈ છે. જ્યાં રાજકોટ તાલુકાના 6 ગામને મળ્યા નવા સરપંચ મળ્યા છે. તો બીજી તરફ ગોંડલના શ્રીનાથગઢમાં બેલેટ પેપરમાં વચ્ચે સિકકો માર્યો હોવાથી મતગણતરીમાં વિવાદ થયો છે. અને ઉમેદવારોએ આ મત પોતાની તરફ ગણવા માંગ કરી હતી. રાજકોટના લાખાપર ગામે બે મહિલા સભ્ય કિંજલ બેન મકવાણા અને હંસાબેન મકવાણાને એક સરખા 69-69 મત મળ્યા છે. ડ્રો કરી વિજેતા જાહેર કરાશે. લોધિકાના વાગુદડ ગામમાં મુકેશભાઇ વિરડા માત્ર 1 મતથી સરપંદ તરીકે વિજેતા બન્યા છે.

રામનગર ગામે જયેશભાઈ બોઘરા 166 મતે વિજેતા થયા
રામનગર ગામે જયેશભાઈ બોઘરા 166 મતે વિજેતા થયા

મતગણતરી કેન્દ્રની બહાર ઢોલ ઢબુક્યા
હાલ રાજકોટ તાલુકાની વાત કરીએ તો રામનગર ગામે બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને સરપંચ પદના ઉમેદવાર જયેશભાઈ બોઘરા 166 મતે, મઘરવાડા ગામે હેતલબેન ટોપિયા, ધમલપર ગામે વસંતબેન ધોળકિયા, બેડી ગામે મહેશ ચંદ્રાલા, લોધીકાના હરિપર પાળ ગામે મુન્નાભાઇ વિરડા અને પાંભર ઇટાળા ગામે પ્રવીણભાઇ વેકરિયા વિજેતા થયા છે. જેને પગલે રાજકોટ ગ્રામ પંચાયતની મતગણતરી કેન્દ્રની બહાર ઢોલ ઢબુક્યા હતા. અને મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા.

મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા
મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા

રેવન્યુ તલાટીની તબિયત લથડી
રામનગર ગામે બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને સરપંચ પદના ઉમેદવાર જયેશભાઈ બોઘરા 16 મતે વિજેતા થયા છે. તો બીજી તરફ જસદણમાં મોડેલ સ્કૂલમાં ચાલી રહેલ મતગણતરી દરમિયાન રેવન્યુ તલાટી દિનેશ આચાર્યની તબિયત લથડતા જસદણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રેવન્યુ તલાટી દિનેશ આચાર્યની તબિયત લથડતા જસદણની ખાનગી હોસ્પિટલમાં દાખલ
રેવન્યુ તલાટી દિનેશ આચાર્યની તબિયત લથડતા જસદણની ખાનગી હોસ્પિટલમાં દાખલ

ઉપલેટામાં 12 જેટલી ગ્રામ પંચાયતના પરિણામો જાહેર
ઉપલેટામાં કુલ 48 ગ્રામ પંચાયત માટેની ચુંટણી યોજાઈ છે જેમાંથી 09 પંચાયત સમરસ જાહેર થતા બાકી રહેતી 39 ગ્રામ પંચાયતના સરપંચ માટે 121 ઉમેદવારો જંગના મેદાનમાં હતા. જ્યાં બપોરના સુધીમાં 12 જેટલી ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થઇ ચુક્યા છે. જેમાં ઉપલેટાના સાજડીયાળી, તાલંગણા, હાડફોડી, અરણી, ગધેથડ, વરજાંગ જાળિયા, માખીયાળા, સેવંત્રા, સંધિના કલારિયા, વચલા કલારિયા, ભાંખ, લાઠ સહિતના ગામોના પરિણામ જાહેર થઇ ચુક્યા છે.

ઉપલેટાના ગામના નામ – વિજેતા ઉમેદવાર

 • સાજડીયાળી – શોભનાબેન માંકડિયા
 • તાલંગણા – પ્રફુલભાઈ બોરખતરીયા
 • હાડફોડી – તોફીકભાઈ સમા
 • અરણી – જે.પી. પટેલ
 • ગધેથડ – કમળાબા વાળા
 • વરજાંગ જાળિયા – મનીષાબેન ચાવડા
 • માખીયાળા – દિનેશભાઈ બારૈયા
 • સેવંત્રા – રમાબેન બારૈયા
 • સંધિના કલારિયા – આરીફમીયા કાદરી
 • વચલા કલારિયા – અમૃતભાઈ વેકરીયા
 • ભાંખ – મનોજસીંહ જાડેજા
 • લાઠ – પૃથ્વીરાજસિંહ ચુડાસમા

58 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે
હાલ ગોંડલ ગ્રામ પંચાયતની ચૂંટણીની નેશનલ હાઈવે સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે મત ગણતરી થઈ રહી છે. જેમાં તાલુકાની 58 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.જ્યાં હાલ ગોંડલમાં નાના ઉંબળા ગામે દસરથસિંહ જાડેજા 168 મતથી, નાના માહિકા ગામે વિજય વિરડીયા 462 મતથી અને નાના ઉમવાડા ગામે દસરથસિંહ જાડેજા ૧૬૮ 168 મતથી વિજયી થયા છે. ગોંડલમાં સરપંચ, સદસ્ય, ઉમેદવારો અને મતગણતરી કરતા એજન્ટોના ખિસ્સાનું ચેકીંગ, મોટા ભાગના લોકોના ગજવામાંથી પાન-ફાકી નીકળતા બહાર ટબમાં મુકવામાં આવ્યા હતા.

11 તાલુકા મથકો પર મતગણતરી થઈ રહી છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકા મથકો પર સવારથી મતગણતરી થઈ રહી છે. જેમાં રાજકોટમાં સરદાર પટેલ વિદ્યા મંદિર ઉપલેટામાં તાલુકા શાળા, જેતપુરમાં સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કૂલ, જસદણમાં મોડેલ સ્કૂલ, ધોરાજીમાં ભગવતસિંહજી હાઇસ્કૂલ, વિંછીયામાં તાલુકા સેવા સદન, લોધીકામાં ખીમાણી હાઇસ્કૂલ, પડધરીમાં સરકારી વાણિજ્ય અને વિનનય કોલેજ, કોટડાસાંગાણીમાં વિનયન કોલેજ, જામકંડોરણામાં આઈટીઆઈ અને ગોંડલ ખાતે સ્વામીનારાયણ ગુરુકુળના મતગણતરી કેન્દ્રો પર મતગણતરી સવારથી શરુ થતા ગ્રામ પંચાયતોના પરિણામ અંગે ભારે ઉત્તેજના છવાઇ જવા પામી છે.

4125 ઉમેદવારના ભવિષ્યનો આજે ફેંસલો
જેમાં 965 બૂથની ગણતરી માટે 212 ટેબલ ગોઠવાયા છે. મતગણતરીમાં 143 ચૂંટણી અધિકારી,143 મદદનીશ ચૂંટણી અધિકારી, 928 મતગણતરી સ્ટાફ ભાગ લઈ રહ્યો છે. જેને પગલે જિલ્લામાં 4125 ઉમેદવારના ભવિષ્યનો આજે ફેંસલો થઈ જશે.

724 પોલીસનો સ્ટાફ તૈનાત
આ વખતે બેલેટ પેપરની મતગણતરી કરવાની હોવાથી સાંજ સુધીમાં પરિણામ આવશે.મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે 724 પોલીસ સ્ટાફ તૈનાત છે. રાજકોટ તાલુકાની મતગણતરી શહેરના સંતકબીર રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય ખાતે યોજાઈ રહી છે. જ્યાં રાજકોટ તાલુકાની 67 ગ્રામપંચાયતની મતગણતરી માટે 22 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. ચૂંટણીના ઉપયોગમાં લેવાયેલી 1089 મતપેટી તાલુકાના મુખ્ય મથક ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાઇ છે.

સૌથી વધુ મતદાન વીછિંયામાં 81.44 ટકા નોંધાયું
જિલ્લામાં 541 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ હતી. જેમાંથી 130 સમરસ જાહેર થતાં 413 ગ્રામપંચાયતની ચૂંટણી રવિવારે યોજાઈ હતી. જેમાં 76.27 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ વીછિંયા તાલુકામાં 81.44 ટકા નોંધાયું હતું. સૌથી ઓછું ધોરાજી 70.02 ટકા નોંધાયું હતું.

આ છે વિજેતા ઉમેદવારો

જિલ્લો - રાજકોટ
તાલુકો - ગોંડલ
ગામ - મોટા સખપર
વિજેતા સરપંચ: વિજયભાઈ ડોબરીયા

જિલ્લો - રાજકોટ
તાલુકો - ગોંડલ
ગામ - મોટા ઉમવાડા
વિજેતા સરપંચ: મીનાબેન ડાભી

જિલ્લો - રાજકોટ
તાલુકો - ગોંડલ
ગામ - કંટોલિયા
વિજેતા સરપંચ:​​​​​​​ હરેશભાઇ સદાદીયા

ગામ - સૂર્યા રામપરા
તાલુકો - રાજકોટ
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ:​​​​​​​ તેજીબેન જેસિંગભાઈ કુમારખાણીયા

જીલ્લો: રાજકોટ
તાલુકો: રાજકોટ
ગામ: લોધીળા
વિજેતા સરપંચ: હંસાબેન ઝાપડિયા

જીલ્લો: રાજકોટ
તાલુકો: રાજકોટ
ગામ: મેસાવડા
વિજેતા સરપંચ: ગીતાબેન જાદવ

જીલ્લાનું નામ :- રાજકોટ
તાલુકાનું નામ :-લોધિકા
ગામનું નામ :-ધૂળિયા દોમડા
વિજેતા સરપંચ: ભુપેન્દ્રસિંહ જાડેજા..

ગામ- રામનગર
તાલુકો- રાજકોટ
જિલ્લો- રાજકોટ
વિજેતા સરપંચ: જયેશભાઈ બોધરા

ગામ - મઘરવાડા
તાલુકો -રાજકોટ
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ: હેતલબેન મહેશ ટોપિયા

ગામ -ધમલપર
તાલુકો -રાજકોટ
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ: વસંતબેન ધોળકિયા

ગામ -બેડી
તાલુકો -રાજકોટ
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ: મહેશ રમેશ ચંદ્રાલા

ગામ -હરિપર પાળ
તાલુકો -લોધિકા
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ: મુન્નાભાઇ વિરડા

ગામ - પાંભર ઇટાળા
તાલુકો -લોધિકા
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ: પ્રવીણભાઇ વેકરિયા

​​​​ગામ - ખારી હરિપર
તાલુકો - પડધરી
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ: રૂપાબેન સુમલખાણીયા

ગામ - ઈશ્વરીયા
તાલુકો - પડધરી
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ: ભાનુબેન ખાસિયા

ગામ - ખાખડાબેલા 1-5-7
તાલુકો - પડધરી
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ: વિપુલ મકવાણા

જિલ્લો - રાજકોટ તાલુકો - પડધરી

ગામ -મોવૈયા
વિજેતા સરપંચ: લલિતભાઈ રાઠોડ

ગામ - ખામટા
વિજેતા સરપંચ: કંકુબેન સાનિયા

ગામ - ખજૂરડી-1
વિજેતા સરપંચ: શિવરાજભાઈ નરા(ગઢવી)

ગામ - મેટોડા
વિજેતા સરપંચ: મંજુલાબેન સોજીત્રા

ગામ - ફતેપર
વિજેતા સરપંચ: વસંતબેન ગજેર

જિલ્લો - રાજકોટ
તાલુકો - ગોંડલ
ગામ- રાવણા
વિજેતા સરપંચ: વિનુભાઈ પોશીયા

ગામ- સાજડયાળી
તાલુકો- ગોંડલ
જિલ્લો- રાજકોટ
વિજેતા સરપંચ: સોનલબેન સોરઠીયા

જીલ્લાનું નામ :- રાજકોટ
તાલુકાનું નામ : પડધરી
ગામનું નામ : નાના ઇટાળા
વિજેતા સરપંચ: ઇન્દ્રજિતસિંહ વિક્રમસિંહ જાડેજા

જીલ્લાનું નામ :- રાજકોટ
તાલુકાનું નામ : પડધરી
ગામનું નામ : ખામટા
વિજેતા સરપંચ:​​​​​​​​​​​​​​ કંકુબેન બકુલભાઈ સાનીયા

જીલ્લાનું નામ :- રાજકોટ
તાલુકાનું નામ : પડધરી
ગામનું નામ : દહિસરડા (આજી)
વિજેતા સરપંચ:​​​​​​​​​​​​​​ મંજુલાબહેન ગોરધનભાઇ પનારા

​​​​​​​ગામ - અમરગઢ ભીંચરી
તાલુકો - રાજકોટ
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ:​​​​​​​​​​​​​​​​​​​​​ હિરલબેન એમ. સિંધવ

જિલ્લો - રાજકોટ
તાલુકો - ગોંડલ
ગામ- કરમાળ કોટડા
વિજેતા સરપંચ:​​​​​​​ સુરેશભાઈ બેરાણી

​​​​​​​જિલ્લો - રાજકોટ
તાલુકો - ગોંડલ
ગામ- ધૂળશિયા
વિજેતા સરપંચ:​​​​​​​ અશ્વિનભાઈ ઠુંમર

જિલ્લો - રાજકોટ
તાલુકો - ગોંડલ
ગામ- પાટીદળ
વિજેતા સરપંચ:​​​​​​​ મુકેશભાઈ દુદાભાઈ વિરડીયા

​​​​​​​જિલ્લો - રાજકોટ
તાલુકો - ગોંડલ
ગામ - ગરનાળા
વિજેતા સરપંચ:​​​​​​​ સુભાષભાઈ મગનભાઈ વિરપરીયા

​​​​​​​જિલ્લો: રાજકોટ
તાલુકો: રાજકોટ
ગામ: પીપળીયા​​​​​​​
વિજેતા સરપંચ: કાનજીભાઈ ચારોલા

જિલ્લો: રાજકોટ
તાલુકો: રાજકોટ
ગામ: ગારીડા​​​​​​​
વિજેતા સરપંચ: દૂધીબેન ધાડવી

જિલ્લો: રાજકોટ
તાલુકો: રાજકોટ
ગામ: કાળીપાટ
વિજેતા સરપંચ: નરેન્દ્રસિંહ જાડેજા

જિલ્લો: રાજકોટ
તાલુકો: રાજકોટ
ગામ: સર
વિજેતા સરપંચ: બળદેવભાઈ વણોલા

જિલ્લો: રાજકોટ
તાલુકો: રાજકોટ
ગામ: લાખાપર
​​​​​​​વિજેતા સરપંચ: કેતનભાઈ કાનાણી

જિલ્લોઃ રાજકોટ
​​​​​​​તાલુકોઃ લોધીકા
​​​​​​​ગામઃ વાગુદડ
વિજેતા સરપંચઃ મુકેશભાઈ વિરડા

( દેવાંગ ભોજાણી ગોંડલ અને હિમાંશુ પુરોહિત ગોંડલ,, દિપક રવિયા જસદણ )