વિકાસ સામે વિરોધ:રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ફોનમાં ફ્લેશ લાઈટ ચાલુ કરી 'વિકાસ ખોજ અભિયાન' શરુ કર્યું,પોલીસ સાથે ઘર્ષણ, 33 કાર્યકરોની ટીંગટોળી સાથે અટકાયત

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ સહિત અનેક કાર્યકરો રસ્તા પર પડી ગયા

રાજકોટમાં આજે મનપા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી દિન”ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેના વિરોધમાં શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન' શરુ કરી ફોનમાં ફ્લેશ લાઈટ ચાલુ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સાથે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોઘી નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા 39 જેટલા કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક મહિલા અને કાર્યકરો રસ્તા પર પડી ગયા હતા.

બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા
રાજકોટમાં ભાજપના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદીપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનો અને સહિત 39 કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં કાર્યકરોએ શિક્ષણ વેપાર બંધ કરો, ફી માફી આપો, સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરો, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.

રૂ.42.72 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું
શહેરના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મનપાના આ કાર્યક્રમમાં CM વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં રહ્યા હતા. જેમાં શહેરના વિસ્તારોમાં વિવિધ વિકાસ કામો પૈકી રૂ.39.98 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.2.74 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત મળી કુલ રૂ.42.72 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...