તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • In Rajkot, Congress Leader Hemang Vasavada Said That With The Arrival Of Shankarsinh Vaghela, Factionalism Could Spread In The Congress.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:રાજકોટમાં કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું- શંકરસિંહ વાઘેલાના આગમનથી કોંગ્રેસમાં જૂથવાદનો વ્યાપ વિસ્તરી શકે, તેમના વગર ગુજરાત કોંગ્રેસ ટનાટન ચાલે છે

23 દિવસ પહેલા
 • શંકરસિંહ બાપુની કાર્યપદ્ધતિના કારણે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ નારાજ

ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું આગવું સ્થાન જમાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરુ થઈ ગઈ છે. આ સમયે પક્ષ પલ્ટો થવો એ તો સ્વાભાવિક છે, ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની આ ઈચ્છા પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાના આગમનથી કોંગ્રેસમાં જૂથવાદનો વ્યાપ વિસ્તરી શકે છે, તેમના વગર ગુજરાત કોંગ્રેસ ટનાટન ચાલે છે.

શંકરસિંહની કાર્યપદ્ધતિથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓમાં નારાજગી છે
હાલ કોંગ્રેસમાં ઘણા સિનિયર આગેવાનો-કાર્યકરો ટિકિટ ન મળવાથી નારાજ થઇને કાર્યાલયે ધરાણ યોજી રોષ વ્યક્ત કરી રહ્યાં છે, શંકરસિંહ વાઘેલાની ફરી કોંગ્રેસમાં જોડાવવાની ઇચ્છાથી આડકતરી રીતે વિરોધ દર્શાવતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, શંકરસિંહ બાપુ ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા હતા ત્યારે અચાનક તેમણે કોંગ્રેસને અલવિદા કહી, પક્ષપલ્ટો કરી તેઓ એન.સી.પી.માં સક્રિય થયા હતા. માત્ર અહીંથી વાત નથી અટકતી, આટઆટલું ખેડાણ કર્યા બાદ તેમણે પોતાનું રાજકીય દળ પણ ઊભું કર્યુ હતું. શંકરસિંહ બાપુની આવી કાર્યપદ્ધતિના કારણે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓમાં નારાજગી છે, અને આ નારાજગી હજુ પણ જોવા મળી રહી છે. હવે જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત આવશે તો શક્ય છે કે કોંગ્રેસમાં જૂથવાદ વધુ વકરી શકે તેમ છે.

શંકરસિંહ વગર ગુજરાત કોંગ્રેસ ટનાટન ચાલે છે
હેમાંગ વસાવડાએ વધુમાં જણાવ્યું હતું કે,શંકરસિંહ બાપુ જ્યારે કોંગ્રસમાં હતા ત્યારે પણ પક્ષમાં જૂથવાદ થયો હતો, એક તરફ તેઓ એમ કહે છે કે હું બિનશરતી વલણ અપનાવીને કોંગ્રેસમાં જોડાવવા ઈચ્છું છું અને બીજી તરફ તેઓ એમ કહે છે કે મને સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી બોલાવશે તો જ હું પક્ષમાં આવીશ. મારા મતે શંકરસિંહ વગર ગુજરાત કોંગ્રેસ ટનાટન ચાલે છે અને કોંગ્રેસમાં તેમની કોઈ આવશ્યકતા નથી. હેમાંગ વસાવડાના આ ગંભીર નિવેદનથી ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટું પરિવર્તન આવવાની સંભાવના રહેલી છે. તેમના આ નિવેદનથી પ્રભાવિત થઇને ગુજરાત કોંગ્રેસમાં શું પરિવર્તન આવે છે એ હવે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો