તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. ત્યારે કોંગ્રેસના નેતાઓએ નીતિ-નિયમો નેવે મૂકી મોંઘીદાટ કારમાં રેલી યોજી ફોર્મ ભરવા માટે નીકળ્યાં હતા. કોંગ્રેસની રેલીના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ટ્રાફિકજામના પગલે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. અંતે એમ્બ્યુલન્સને વન વેમાંથી પસાર કરવી પડી હતી. વોર્ડ નં.3માં કોંગ્રેસમાંથી ગાયત્રીબા વાઘેલાએ ફોર્મ ભર્યુ છે. રાજકોટના વોર્ડ નં.13માં મહિલા કાર્યકર સરોજબેન રાઠોડને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા પુત્ર રાકેશભાઇ રાઠોડને અપક્ષમાંથી ફોર્મ ભરાવ્યું છે.તેમજ હીનાબેન વડોદરિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી NCPમાંથી ઉમેદવારી નોંધાવી છે.
કોંગ્રેસમાં બે દાવેદાર વચ્ચે કોકડું ગુંચવાયું
કોંગ્રેસ દ્વારા ગત મોડી રાતે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જે બાદ આજે વોર્ડ નંબર 13માં મામલો ઉગ્ર બન્યો છે. બંને દાવેદારો વચ્ચે કોકડું ગુંચવાતા પક્ષ દ્વારા બંનેને ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી છે. મેન્ડેડ ન આપવામાં આવ્યાં છતાં વિજયસિંહ જાડેજા ફોર્મ ભરી રહ્યાં છે. NSUIના પૂર્વ પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને વિજયસિંહ જાડેજા વચ્ચે ઉમેદવારી માટે કકળાટ ચાલી રહ્યો છે.
કોંગ્રેસના કાર્યકરોએ રેલી પહેલા બહુમાળી ભવનમાં સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવ્યા
કોંગ્રેસના કાર્યકરો બહુમાળી ભવન ખાતે એકત્ર થયા હતા. બાદમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે નીકળ્યાં હતા. વોર્ડ નં.8ની કોંગ્રેસની પેનલ નવી કલેક્ટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં કાર્યકરો સાથે ફોર્મ ભરવા પહોંચી હતી.
ટિકિટ ન મળતાં મહિલા કાર્યકરોમાં રોષ
મોડી રાતે જાહેર થયેલી કોંગ્રેસની યાદીમાં ટિકિટ કપાતા કાર્યકરો પરિવાર સાથે કોંગ્રેસ કાર્યલય પહોંચી ગયાં હતા અને કોંગ્રેસના કાર્યકરો ધરણાં પર બેસી ગયા હતા. પાયાના કાર્યકરોની ટિકિટ કપાતાં ન્યાય આપવાની માંગ કરી છે. મહિલા કાર્યકર સરોજ રાઠોડે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, 5 વર્ષથી પાર્ટીમાં કામ કરૂ છું. છતાં ન્યાય મળતો નથી. ઘરઅને બાળકોને ઘરે મૂકીને કોંગ્રેસમાં કામ કરૂ છું. છતાં ન્યાય આપવા માંગતા નથી. કામ કરૂ છું છતાં મને હક્ક આપતા નથી. આ લોકશાહી નહીં આ તો લાગવગશાહી છે. કોંગ્રેસ મને ન્યાય આપે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.