તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા, બીજી યાદી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસમાં ભડકો, પ્રભારી નરેશ રાવલ દોડી આવ્યા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભર્યું - Divya Bhaskar
કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભર્યું
  • કોંગ્રેસ અન્ય ઉમેદવારોની યાદી આજે સાંજ સુધીમાં જાહેર કરશે
  • ભાજપમાં ફેલાયેલી અસંતોષની આગથી પક્ષના 72 કટકા થશે- મહિલા નેતા

રાજકોટ મપાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસની જાહેરસભા યોજાઈ છે. શહેર કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવે તે પહેલા કોંગ્રેસે ઢેબર ચોક ખાતે જાહેરસભાનું આયોજન કર્યુ હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતાં જોવા મળ્યાં હતાં. શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, અમારૂ શાસન આવશે તો ઇ-મેમોના કેસ અમારા તરફથી વકીર રાખી મફ્તમાં લડવામાં આવશે. કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય તે પહેલા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. કોંગ્રેસ પ્રભારી નરેશ રાવલ રાજકોટ દોડી આવ્યા છે.

રાજકોટના વૉર્ડ 13ના ભાજપ નેતા સંજયસિંહ વાઘેલાને ટિકિટ ન મળતા નારાજ. આમ આદમી પાર્ટીમાં જોડાયા.
રાજકોટના વૉર્ડ 13ના ભાજપ નેતા સંજયસિંહ વાઘેલાને ટિકિટ ન મળતા નારાજ. આમ આદમી પાર્ટીમાં જોડાયા.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે કોરૂ મેન્ડેડ લઇને ફોર્મ ભર્યુ
રાજકોટ શહેર પ્રમુખનું નામ જાહેર થાય તે પહેલા જ હાલના શહેર પ્રમુખ અશોક ડાંગરે વોર્ડ નં.17માં ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. કોંગ્રેસના નામ જાહેર ન થતા તેઓએ ફોર્મ ભર્યુ છે. અશોક ડાંગરે કોરૂ મેન્ડેડ લઇને ફોર્મ ભર્યુ છે. આથી વોર્ડ નં.17માં તેઓ ઉમેદવાર જાહેર થઇ ગયા છે.

મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યાં
મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યાં

ભાજપમાં હાલ અસંતોષની આગ ભભૂકીઃ મહિલા નેતા
અશોક ડાંગરે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપનો ભ્રષ્ટાચાર ઉખેડીને સુશાસન લાવશું. રાજકોટના વિકાસની શરૂઆત કાવાલડ રોડ અંડરબ્રિજ આપી કોંગ્રેસ કરી હતી. ઢેબર ચોકમાં વિજયી સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા તેનો આભાર માનુ છું. ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરીશું. આ સાથે જ કોંગ્રેસના મહિલા નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપમાં ફેલાયેલી અસંતોષની આગથી પક્ષના 72 કટકા ક્યારે થઇ જશે તે શહેર ભાજપ પ્રમુખને ખબર પણ નહીં પડે.

સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળ્યો
સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળ્યો

કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોની યાદી સાંજ સુધીમાં જાહેર થશે
કોંગ્રેસ દ્વારા બાકી રહેલા ઉમેદવારોની યાદી આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. જે બાકી રહેલા ઉમેદવારો આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે. ઢેબર ચોક ખાતે યોજાયેલી જાહેરસભા પૂર્ણ થયા બાદ કુલ 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અશોક ડાંગર, વશરામ સાગઠિયા અને ગાયત્રીબા વાઘેલાની સમગ્ર પેનલ આજે ફોર્મ ભર્યુ છે.

શહેર કોંગ્રેસ પ્રમુખના માનીતાને ટિકિટ આપ્યાની ચર્ચાથી કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ
નરેશ રાવલે રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના આગેવાનો સાથે બેઠક યોજી છે. વોર્ડ નં.13ના બાકી ઉમેદવારો જાહેર કરવાને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. વોર્ડ નં.13ના મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે. આદિત્યસિંહ ગોહિલના બદલે વિજયસિંહ જાડેજા જાહેર નહીં થાય તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિરોધ કરશે. વોર્ડ નં.13માં ટિકિટને લઇને કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના માનીતાને ટિકિટ આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રેદેશ નેતાગીરીથી કાર્યકરો નારાજ થયા છે. આદિત્યસિંહ ગોહિલને ટિકિટ આપ્યાની ચર્ચાથી વિરોધનો સૂર ઉઠ્યો છે.

રાજકોટમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસ અસંમજસમાં
રાજકોટમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસ અસંમજસમાં છે. વોર્ડ નં.1, 2, 7, 14, 13 અને 16માં ટિકિટ માટે આંતરિક ઝગડો જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 7માં ભાજપે નેહલ શુક્લ અને દેવાંગ માકડને ટિકિટ આપતા સામે કોંગ્રેસ લોહાણા સમાજના અગ્રણીને ટિકિટ આપે તેવી શક્યતા છે. વોર્ડ નં. 13માં આદિત્યસિંહ ગોહિલની જગ્યાએ વિજયસિંહ જાડેજાને ટિકિટ આપે તેવી શક્યતા છે. વોર્ડ નં. 2માં મનિષાબા વાળાને ટિકિટ નહી અપાય તો આખે આખી પેનલ નહીં લડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો