તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે. ઘર વપરાશના ગેસ સિલિન્ડરમાં તાજેતરમાં થયેલા ભાવ વધારા સામે અને મોંઘવારીનો વિરોધ કરવા માટે રાજકોટ કોંગ્રેસની મહિલાઓ રૂડા ઓફિસ નજીક એકત્ર થઈ હતી.
મહિલાઓએ ચૂલા પર રોટલા અને શાક બનાવી ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં હાય રે ભાજપ હાય હાય જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આથી પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.
મહિલા કોંગ્રેસનો મોંઘવારી મુદ્દે રસ્તા પર રોટલા શેકી વિરોધ
રૂડા ઓફિસ નજીક એકઠી થયેલી મહિલાઓએ માર્ગ પર ચૂલા સળગાવ્યા હતાં. આટલું જ નહીં લાકડા અને માટીના ચૂલા ઉપર શાક અને રોટલા ઘડી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓ હાથમાં ‘કમળ વાળી સરકાર બહુ મોંઘી’ લખેલા બેનેરો સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો.
બેનરો સાથે મહિલાઓએ વિરોધ કર્યો
શહેરમાં કોંગ્રેસની મહિલાઓ રસ્તા પર બેનરો સાથે ઉમટી પડી હતી. આ સાથે જ મહિલાઓએ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા અને મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો હતો. બે દિવસ પહેલા જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી. મહિલાઓએ ચૂલા પર રોટલા બનાવી ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં હાય રે ભાજપ હાય હાય, ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે, મહિલાઓના વિરોધથી પોલીસ દોડી આવી હતી અને અટકાયત કરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.