તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો થતા વાગુદડનું સ્મશાન 4 દિવસથી બંધ, પહેલા રોજના 40થી વધુ મૃતદેહના અંતિમસંસ્કાર થતા

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો
  • હોસ્પિટલની બહાર લાઇનો ઓછી થઇ, સિવિલમાં 50 ટકા ઓપીડીમાં ઘટાડો નોંધાયો

રાજકોટમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો થયો છે. સાથેસાથે મૃત્યુઆંકમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. શહેરના ચાર સ્મશાનગૃહો કોરોના મૃતદેહો માટે અનામત રાખવામાં આવ્યા છે. અને આજે પણ આ સ્મશાન ગૃહોમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની ચિતાઓ સળગી રહી છે. જોકે મૃત્યુઆંકમાં ઘટાડો થતા વાગુદડ ગામ ખાતે નવું બનાવેલું સ્મશાન ચાર દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે. પહેલા અહીં 40થી વધુ મૃતદેહના અંતિમસંસ્કાર થતા હતા.

સિવિલમાં ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહિ હોસ્પિટલની બહાર લાઇનો ઓછી થઇ છે. જોકે આ બધાની વચ્ચે મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શહેરના કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જે ઘટાડો થયો છે તેના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વાગુદડ ગામ ખાતે તૈયાર કરવામાં આવેલા સ્મશાનને બંધ કરી દેવામાં આવ્યું છે.

સિવિલની ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો.
સિવિલની ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો.

રાજકોટના સ્મશાનગૃહોના બે અઠવાડિયાના અંતિમસંસ્કારના આંકડા

સ્મશાનનું નામપાછલું સપ્તાહ

ચાલુ સપ્તાહ

રામનાથપરા244171
બાપુનગર357302
મવડી સ્મશાન13057
મોટા મૌવા170109

રામનાથપરામાં 20 જેટલા મૃતદેહમાં ઘટાડો
જે આંકડાઓ દર્શાવે છે કે રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. જોકે સરકારી ચોપડે સરેરાશ 60થી 70 દર્દીઓના આ સપ્તાહમાં મોત થયા હોવાના આંકડાઓ જાહેર થયા છે. શહેરના રામનાથપરા સ્મશાનના સંચાલક ગુણુભાઇ ડેલાવાળા જણાવી રહ્યાં છે કે, જે મૃતદેહો સરેરાશ 50થી 60 આવતા હતા તેમાં ઘટાડો થયો છે અને હાલમાં 40 જેટલા મૃતદેહો આવી રહ્યા છે એટલે કે આંશિક ઘટાડો નોંધાયો છે.

રામનાથપરા સ્મશાનમાં મૃતદેહોની સંખ્યામાં ઘટાડો નોંધાયો.
રામનાથપરા સ્મશાનમાં મૃતદેહોની સંખ્યામાં ઘટાડો નોંધાયો.

બાપુનગર સ્મશાનગૃહની સ્થિતિ હતી તેવી જ
બીજી તરફ બાપુનગર સ્મશાનગૃહમાં નજર કરીએ તો કોરોનાનો કહેર હજુ પણ યથાવત હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે સ્મશાનમાં હજુ પણ એક સાથે ચાર-પાંચ ચિતાઓમાં અંતિમસંસ્કાર થતા રહે છે. જે દ્રશ્યો હૃદયને કંપાવી દે તેવા છે. અહીંના સંચાલકનું માનીએ તો અહીં સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહો અંતિમસંસ્કાર માટે આવી રહ્યાં છે. જેમાં કોઇ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. આરોગ્ય વિભાગ માની રહ્યું છે કે, કોરોના કેસની જેમ મૃત્યુઆંક પણ ધીમે ધીમે ઘટતો જશે. જે રીતે કોરોના કેસમાં ઘટાડો થયો છે તે રીતે કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા ઘટતા હજુ પણ આઠ થી દસ દિવસનો સમય લાગી શકે છે. મહત્વનું છે કે, રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી ગંભીર દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને કોવિડની ગાઇડલાઇન પ્રમાણે તેમના અંતિમસંસ્કાર રાજકોટમાં જ કરવા પડે છે. જેથી આ આંકડો વધી રહ્યો છે. જોકે રાજકોટમાં સ્થિતિમાં થોડો સુધારો જરૂર થયો છે, પરંતુ હજુ સ્થિતિ સામાન્ય થઇ નથી તે એટલી જ વાસ્તવિકતા છે. આ માટે સરકારે મૃત્યુઆંકને લઇને યોગ્ય આયોજન કરવું એટલું જ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...