તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટ સિવિલમાં કોંગ્રેસના ધરણા, કહ્યું ખોબલે ખોબલે મત મેળવનાર ધારાસભ્યો એસી ચેમ્બરમાંથી બહાર નીકળે, પ્રજાના વ્હારે આવે તે જરૂરી

રાજકોટ4 મહિનો પહેલા
સિવિલમાં કોંગ્રેસનો વિરોધ.
  • રાજકોટ જિલ્લામાં કુલ 3100 બેડમાંથી માત્ર 150 જ ખાલી

રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર વચ્ચે લોકો ટપોટપ મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. ત્યારે લોકોના કિંમતી મત મેળવી એસી ચેમ્બરમાં બેસી ગયેલા શાસક પક્ષના ધારાસભ્યો એસી ચેમ્બરમાંથી બહાર નીકળી લોકોની વ્યથા સાંભળે અને જરૂરિયાત મુજબની સાધન સામગ્રી જેવી કે બેડ, ઓક્સિજન, તબીબી સ્ટાફ વગેરે ઉપલબ્ધ કરાવવા જહેમત ઉઠાવે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ધરણાં યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખોબલે ખોબલે મત મેળવનાર ધારાસભ્યો એસી ચેમ્બરમાંથી બહાર નીકળી લોકોની વ્હારે આવે તે જરૂરી છે.

રાજકોટમાં સ્મશાનમાં ખાટલા મળતા નથી
કોંગ્રેસના અગ્રણી રણજીત મંધવાએ જણાવ્યું હતું કે, આજે ભારત કોરોના મહામારીમાં સપડાયું છે. રાજકોટમાં સ્મશાનમાં ખાટલા મળતા નથી, હોસ્પિટલમાં બેડ નથી, ઓક્સિજનની તાતી જરૂરિયા ઉભી થઇ છે. ત્યારે ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઘરે બેસી રહે છે. આખુ ભારત રામભરોસે છે. કોંગ્રેસ સતત લોકોની વચ્ચે રહીને કામ કરી રહી છે. હોસ્પિટલો અને સામાજિક સંસ્થાઓ પણ ફૂલ છે છતાં સરકારને આ ધ્યાને આવતું નથી.

રાજકોટ જિલ્લામાં કુલ 3100માંથી 150 બેડ જ ખાલી
રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઇ ગઇ છે. સરકારી ચોપડે જિલ્લામાં કુલ 3100 બેડમાંથી માત્ર 150 બેડ ઉપલબ્ધ છે. રાજકોટ સિવિલમાં 808 બેડમાંથી 36 બેડ ખાલી છે. સમરસ હોસ્ટેલમાં 516 બેડમાંથી 29 બેડ ખાલી છે. ગોંડલ સરકારી હોસ્પિટલ 82 બેડમાંથી 9 બેડ ખાલી છે. કેન્સર હોસ્પિટલમાં 197માંથી 29 બેડ ખાલી છે. જસદણમાં 27માંથી 3 બેડ ખાલી છે. ધોરાજીમાં 70માંથી 1 બેડ ખાલી છે. 35 ખાનગી હોસ્પિટલમાં 1359 બેડ તમામ ફુલ છે.

અન્ય સમાચારો પણ છે...