પ્રાણવાયુનો સંચાર:કોરોના દર્દીનાં ફેફસાંના વાયુકોષમાં જે ભાગમાં ફાઇબ્રોસિસ થાય એ નિષ્ક્રિય બને, રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે ફિઝિયોથેરપી સારવાર સંજીવની સમાન

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે ‘પલ્મોનરી ફાઇબ્રોસિસ’થી પીડિત અનેક દર્દીમાં પ્રાણવાયુનો સંચાર કરતી
  • ફિઝિયોથેરપીની કારગર સારવાર
  • કોરોનાના ગંભીર કેસોમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં રુકાવટ થતાં શરીરને મળતો ઓક્સિજન પુરવઠો અટકે અને મૃત્યુનું જોખમ રહે છે

રાજકોટમાં કોરોનાવાયરસથી સંક્રમિત થનારા તથા એના સંક્રમણમાંથી બહાર આવનારી વ્યક્તિને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં થતી તકલીફોને નિવારવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરપી દ્વારા ઉત્તમ કક્ષાની સારવાર આપવામાં આવી રહી છે. આ ફિઝિયોથેરપી સારવારથી સંજીવ સમાન પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. ફિઝિયોથેરપીના માધ્યમથી અનેક દર્દીઓને નવજીવન અને રાહત મળી છે. કોરોના સંક્રમિત અને સંક્રમણ બાદ દર્દીઓનાં ફેફસાંના જેટલા ભાગના વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે એટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાંનું મુખ્ય કાર્ય શ્વસન કરવાનું છે.

ફેફસાંનું મુખ્ય કાર્ય શ્વસન કરવાનું છે
રાજકોટ સિવિલ હોસ્પિટલના ફિઝિયોથેરપિસ્ટ ડો.પારસ જોશીએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસ સીધા જ ફેફસાંને અસર કરે છે અને શ્વસનમાં મુશ્કેલી ઊભી કરે છે. પરિણામે, વાયુકોષોની વાયુની આપ-લે કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, જેને તબીબી ભાષામાં ‘પલ્મોનરી ફાઈબ્રોસિસ’ થયું એમ કહે છે. ફેફસાંના જેટલા ભાગના વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે એટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાંનું મુખ્ય કાર્ય શ્વસન કરવાનું છે. કોરોનાના ગંભીર કેસોમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં રુકાવટ થતાં શરીરને મળતો ઓક્સિજન પુરવઠો અટકે છે, જેથી મૃત્યુનું જોખમ રહે છે. આવા દર્દીઓની રિકવરી દરમિયાન માટે ફિઝિયોથેરપી સંજીવની સમાન સાબિત થાય છે.

દર્દીને ઊંધા સુવડાવી સારવાર આપવામાં આવે છે.
દર્દીને ઊંધા સુવડાવી સારવાર આપવામાં આવે છે.

શારીરિક હલનચલનની પ્રક્રિયા ઓછી થાય એને ડી-કંડિશનિંગ કહેવાય
કોરોનાના ઘણા દર્દીઓ સતત બેડમાં સૂતા રહેવાને કારણે તેમની શારીરિક હલનચલનની પ્રક્રિયા ઓછી અથવા નહિવત થઈ જાય, જેને ડી-કંડિશનિંગ કહેવાય છે. એને કારણે કાર્ય કરવાની તથા સ્નાયુઓની ક્ષમતામાં ઘટાડો થાય છે. ફેફસાંની સ્થિતિસ્થાપકતા ઘટી જાય છે. હલનચલન ન થવાને લીધે પગના ભાગમાં લોહી ગંઠાઈ જતું હોય છે. આવી નાની-મોટી તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારા સુપરિન્ટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી તથા ડો. પંકજ બૂચના માર્ગદર્શન હેઠળ રાજકોટ સિવિલ ખાતે કોરોનાના દરેક દર્દી માટે અમે ટેઈલર મેડ ફિઝિયોથેરપી આપીએ છીએ. મતલબ દરેક દર્દીને તેની તાસીર, શારીરિક ક્ષમતા અને જરૂરિયાત મુજબ અલગ અલગ કસરત કરાવવામાં આવે છે એમ ડો. જોશીએ જણાવ્યું હતું.

ફિઝિયોથેરપી સારવારથી શ્વાસોશ્વાસમાં રાહત રહે છે.
ફિઝિયોથેરપી સારવારથી શ્વાસોશ્વાસમાં રાહત રહે છે.

કસરત દ્વારા ફેફસાં વેન્ટિલાઈઝડ થાય છે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓનાં ફેફસાંને મજબૂત કરવા સ્પાયરોમેટ્રી કસરત, પ્રોનિંગ થેરપી જેવી તબીબી જગતમાં બ્રિધિંગ એક્સર્સાઈઝ તરીકે પ્રચલિત આ પ્રકારની કસરત દ્વારા કોરોના દર્દીઓનાં ફેફસાં મજબૂત અને સુદૃઢ કરવા માટે અપનાવવામાં આવી છે. આ કસરત નિયમિતપણે કરાવવાથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે અને ઝડપી રિકવરી લાવવામાં ફાયદો થયો છે. કસરત દ્વારા ફેફસાં વેન્ટિલાઈઝડ થાય છે, જેથી ધીમા અને ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે.

ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય તેવા દર્દીઓને પોસ્ટ કોવિડ પલ્મોનરી રિહેબિલિટેશન કરવું જરૂરી.
ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય તેવા દર્દીઓને પોસ્ટ કોવિડ પલ્મોનરી રિહેબિલિટેશન કરવું જરૂરી.

શ્વાસ ચડતો હોય તેવા દર્દીઓએ પોસ્ટ કોવિડ પલ્મોનરી રિહેબિલિટેશન કરવું
મેડિસિન વિભાગ, એનેસ્થેસિયા વિભાગના સંકલનથી અને વરિષ્ઠ ડોક્ટરોના સહયોગથી દર્દીઓને બહારથી અપાતા ઓક્સિજનના પ્રમાણનો અભ્યાસ કરીને અમે ફિઝિયોથેરપી આપીએ છીએ. ફિઝિયોથેરપી ટ્રીટમેન્ટને કારણે દર્દીમાં કુદરતી રીતે ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે, જેથી બહારથી અપાતા ઓક્સિજનની બચત થાય છે, જેને કારણે ઘણોબધો ઓક્સિજન અમે બચાવી શક્યા છીએ. કોરોનામાંથી સ્વસ્થ થયેલા જે દર્દીઓને કોરોના બાદ ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય, શ્વાસ ચડતો હોય તેવા દર્દીઓને પોસ્ટ કોવિડ પલ્મોનરી રિહેબિલિટેશન કરવું જરૂરી છે. એક મહિનાની આ ટ્રીટમેન્ટમાં તેના શરીરની કાર્યક્ષમતામાં વધારો કરવા વિવિધ પ્રકારની કસરત કરાવવામાં આવે છે.​

આ સારવારથી અનેક દર્દીઓને નવજીવન મળ્યું.
આ સારવારથી અનેક દર્દીઓને નવજીવન મળ્યું.

​​​​​કોરોના નથી થયો તેવા લોકોએ 30 મિનિટ ચાલવું, દોડવું
જે લોકો અત્યારસુધીમાં કોરોના સંક્રમિત નથી થયા તેવા લોકોએ પણ 30 મિનિટ સુધી ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી જેવી ક્રિયાઓ સહિત પ્રાણાયમ અને યોગ પણ કરવા જોઈએ. આ કસરતની સાથે સાથે યોગ્ય સમતોલ આહાર, સમપ્રમાણમાં પૂરતી ઊંઘ જરૂરી છે. તમામ લોકોએ સવારે અથવા સાંજે 10 મિનિટ મેડિટેશન પણ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...