કાર્યવાહી:રાજકોટમાં સિટી બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 1.24 લાખની પેનલ્ટી, 3 કન્ડક્ટર ડિસમીસ, BRTSમાં સિક્યુરિટી એજન્સીને રૂ. 4,990ની પેનલ્ટી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિટી બસની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ સિટી બસની ફાઇલ તસવીર.
  • સિટી બસના 8 કન્ડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે 13થી 19 ડિસેમ્બર સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને 45 રૂટ પર 90 સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસને ઓપરેટ કરતી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 1.24 લાખની પેનલ્ટી આપવામાં આવી છે અને 3 કન્ડક્ટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કર્યા છે. તેમજ BRTSમાં સિક્યુરિટી એજન્સીને કામમાં ક્ષતિ બદલ 4,990 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે.

સિટી બસમાં થયેલી દંડનીય કાર્યવાહીઓ

  • સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 3,550 કિ.મી.ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીત રૂ.1,24,250ની પેનલ્ટી કરવામાં આવી છે.
  • સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેનને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ. 30,200ની પેનલ્ટી કરવામાં આવી છે.
  • સિટી બસ સેવામાં સિક્યુરિટી એજન્સી નેશનલ સિક્યુરિટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.2400ની પેનલ્ટી કરવામાં આવી છે.
  • સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી, અનિયમિતતા બદલ 3 કન્ડક્ટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કર્યા છે તથા 8 કન્ડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • ચેકિંગ દરમિયાન 8 મુસાફર ટિકિટ વગર જણાતા તેમની પાસેથી રૂ.880નો દંડ વસૂલવામાં આવ્યો છે.

BRTS બસમાં થયેલી દંડનીય કાર્યવાહીઓ
BRTS બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરિટી પુરા પાડતી એજન્સી રાજ સિક્યુરિટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ. 4,990ની પેનલ્ટી કરવામાં આવી છે. સિટી બસ સેવામાં ટિકિટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (RMTS) અને BRTS બસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારા મુસાફરી દરમિયાન પોતાની ટિકિટ મેળવી લેવાની જવાબદારી થાય છે. કોઇ પણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય, તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા)ની જાહેરાત લગાવવી તે દંડનીય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. આ બાબતે પરિવહન સેવામાં સુપરવાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...