તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Children Celebrated Dhuleti Parva With Syringes In Their Hands, Children Played In The Streets And In Apartments.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોનો ગુલાલ:રાજકોટમાં હાથમાં પિચકારી લઇ બાળકોએ કરી ધુળેટી પર્વની ઉજવણી, ગલીઓમાં અને એપાર્ટમેન્ટમાં બાળકો મન મૂકીને રમ્યા

રાજકોટ2 મહિનો પહેલા
રંગો છાંટી ઉત્સાહભેર ઉજવણી કરી 
  • ધૂળેટીના રંગો ઉડતા નજરે પડ્યા

રાજકોટમાં કોરોના કહેર વચ્ચે આ વર્ષે ધૂળેટીનો પર્વ આવ્યો છે. સરકાર દ્વારા સમૂહમાં કે જાહેર રસ્તા પર ધુળેટીના પર્વની ઉજવણી માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે અલગ અલગ સોસાયટીઓમાં નાના બાળકો તેમના મિત્રો સાથે ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. રાજકોટના રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં પરિવાર સાથે ધુળેટીના રંગો ઉડતા નજરે પડ્યા હતા.

જુડવા ભાઈ-બહેનએ પણ ધુળેટીની ઉજવણી કરી
જુડવા ભાઈ-બહેનએ પણ ધુળેટીની ઉજવણી કરી

બાળકોએ ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી
હાલ તંત્ર દ્વારા પાર્ટી પ્લોટ સ્વિમિંગ પૂલ સહિતના જાહેર સ્થળો પણ ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે ધુળેટી તહેવાર ઉજવવા માટે શહેરની ગલીઓમાં અને પોતાના રહેણાંક મકાન પાસે અને એપાર્ટમેન્ટ નીચે બાળકો દ્વારા એકબીજાને રંગોળી અને પિચકારી ઉડાડી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જ્યાં રંગો અને કલર વાળા પાણીની પિચકારીઓ સાથે બાળકોએ તેમજ પરિવારે એકબીજા ઉપર રંગો છાંટી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી હતી.

મિત્રો સાથે મળી હાથમાં પિચકારી સાથે પર્વની ઉજવણી કરી
મિત્રો સાથે મળી હાથમાં પિચકારી સાથે પર્વની ઉજવણી કરી

ધુળેટી પર્વ પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશ્નરનું જાહેરનામું
બાળકોએ ધુળેટી પર્વનું મુરત સાચવી લીધું હોય તેમ ઉજવણી કરવામાં આવી રહી છે અને બીજી બાજુ જાહેરમાં કે સમુહમાં ધુળેટી પર્વ પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેને ધ્યાનમાં રાખી મોટા ભાગની જગ્યા પર આ વર્ષે ધુળેટી પર્વની ઉજવણી લોકોએ નથી કરી પરંતુ બાળકો આજે તેમના મિત્રો સાથે મળી હાથમાં પિચકારી, ફુગ્ગા અને કલર સાથે રંગોના પર્વની ઉજવણી કરી હતી. શહેરના મુખ્ય માર્ગો પર તંત્રની ગાઇડલાઇનનો સંપૂર્ણપણે પાલન થઈ રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે.

રંગો છાંટી ઉત્સાહભેર ઉજવણી કરી
રંગો છાંટી ઉત્સાહભેર ઉજવણી કરી
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો