• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Cabinet Minister Rajendra Trivedi Said, "Rupani Has Run An Excellent Government. Now I Have To Work As A Master Instead Of A Headmaster."

રાજકારણ શરુ:રાજકોટમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું- રૂપાણીએ ઉત્તમ સરકાર ચલાવી, હવે મારે હેડમાસ્ટરને બદલે માસ્તરનું કામ કરવાનું છે

રાજકોટએક મહિનો પહેલા
  • કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રોટોકોલ તોડીને પહેલા પૂર્વ CM રૂપાણીનું સ્વાગત કરવા સૂચના આપી હતી
  • મેં રાજીનામુ આપ્યું ત્યારે જ કહ્યું હતું, નવા CMની સરકાર વિકાસની ઉંચાઈ સર કરાવશે : પૂર્વ CM રૂપાણી
  • PM મોદીના જન્મદિવસ નિમિતે BAPS મંદિરમાં પૂર્વ CM રૂપાણીની ઉપસ્થિતિમાં વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગાંધીનગર રાજભવન ખાતે ગુરુવારે પટેલ સરકારના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્યકક્ષાના કુલ 14 મંત્રીઓએ શપથ લીધા હતા. તેમાનાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજકોટ ખાતે PM મોદીના જન્મદિવસ નિમિતે BAPS મંદિરમાં વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, વિજય રૂપાણીએ ઉત્તમ સરકાર ચલાવી છે. હવે મારે હેડમાસ્ટરને બદલે માસ્તરનું કામ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં પૂર્વ CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી.

વિજય રૂપાણી મારા પિતા અને વડીલ સમાન છે : રાજેન્દ્ર ત્રિવેદી
વધુમાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે,વિજય રૂપાણી મારા પિતા અને વડીલ સમાન છે. તેમના થકી અમે ઉજળા છીએ. રાજકોટ એવી ભૂમિ અહીંથી રાજકીય કારકિર્દીની શરૂઆત થાય તો પ્રધાનમંત્રી પણ થાય અને મુખ્યમંત્રી પણ થાય. આ તકે તેમણે કેશુભાઈ પટેલ અને અભય ભારદ્વાજને પણ યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી
લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે રાજ્યભરમાં-ગરીબોના બેલી- કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી હતા. જેથી વહીવટી વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ રાજેન્દ્ર ત્રિવેદીના સ્વાગતની જાહેરાત કરી હતી.

વહીવટી વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ રાજેન્દ્ર ત્રિવેદીના સ્વાગતની જાહેરાત કરી હતી
વહીવટી વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ રાજેન્દ્ર ત્રિવેદીના સ્વાગતની જાહેરાત કરી હતી

પ્રોટોકોલ તોડીને પહેલા પૂર્વ CM રૂપાણીનું સ્વાગત કરવા સૂચના આપી
એ સમયે રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રથમ સ્વાગત વિજય રૂપાણીનું કરવા માટે કહ્યું હતું. ત્યારે વિજય રૂપાણીએ ઉભા થઇને રાજેન્દ્ર ત્રિવેદીનું પહેલા સ્વાગત કરીને પ્રોટોકોલ જાળવવા કહ્યું હતું. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે વિજય રૂપાણી મારા વડિલ અને પિતાતૂલ્ય છે. ત્યારે તેનું પ્રથમ સ્વાગત કરવું જોઇએ. પરંતુ તેના આદેશને માન આપીને મારૂં સ્વાગત પ્રથમ થયું છે.

હું મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું : પૂર્વ CM રૂપાણી
હું મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું : પૂર્વ CM રૂપાણી

નવા CMની સરકાર વિકાસની ઉંચાઈ સર કરાવશે : પૂર્વ CM રૂપાણી
આ અંગે પૂર્વ CM રૂપાણીએ પણ જણાવ્યું હતું કે,મેં રાજીનામુ આપ્યું ત્યારે જ કહ્યું હતું કે ગુજરાતના નવા CM ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસની ઉંચાઈ સર કરાવશે. આજે તેમની સરકારના પ્રથમ દિવસે હું મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું. નોંધનીય છે કે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત તેઓ ગુરૂવારે રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણી તેમની રાજકોટની મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.​

આ કાર્યક્રમમાં પૂર્વ CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં પૂર્વ CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા
અન્ય સમાચારો પણ છે...