તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ ડોક્ટર:રાજકોટમાં કોરોના કાળમાં લોકો સાથે ચેડા કરતો નકલી ડોક્ટર મહીકા મેઈન રોડ પરથી ઝડપાયો, મોટાબાપુએ પ્રેક્ટિસ છોડતા ક્લિનીક સંભાળ્યું હતું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે દવાના જથ્થા સાથે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો - Divya Bhaskar
પોલીસે દવાના જથ્થા સાથે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો
  • પોલીસે 6300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

રાજકોટમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે બીજી તરફ શહેરના મહીકા મેઈન પરથી પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. બોગસ ડોક્ટર કોઈ પણ જાતની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો હતો. જેથી પોલીસે બોગસ ડૉક્ટર લલિત દેસાણીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ક્લિનીકમાં તેના મોટાબાપુ પ્રેક્ટિસ કરતા હતા. તેને આ ક્લિનીક છોડ્યા બાદ આરોપી લલિત દેસાણીએ આ ક્લિનીક સંભાળ્યું હતું.

પોલીસે મેડિકલના સાધનો સહિત 6300નો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજકોટના મહીકા મેઈન રોડમાં આવેલી સરોસર સોસાયટી સામે નેવિલ ક્લિનિક નામના દવાખાનામાં આરોપી લલિત દેસાણી પ્રેક્ટીસ કરતો હતો. જેની જાણ રાજકોટ પોલીસને થતાં દરોડા પાડ્યા હતા. ત્યારે આરોપી લલિત કોઈ પણ જાતની ડિગ્રી વગર ક્લિનીક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી મેડિકલના સાધનો, દવાઓ તેમજ રોકડ રકમ સહિત કુલ 6300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આઈપીસીની કલમ 419 તથા મેડિકલ પ્રેકિટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ હાલ આરોપીની પૂછપરછ પણ શરૂ છે કે, આખરે તે કેટલા સમયથી આ પ્રકારે કોઈપણ જાતની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો