તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેયર પદની ચર્ચા:રાજકોટ મનપામાં આ વખતે મેયર પદ મહિલા અનામત, પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ભાનુબેન બાબરીયા મેયર પદના પ્રબળ દાવેદાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ( ફાઈલ તસ્વીર ) - Divya Bhaskar
પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ( ફાઈલ તસ્વીર )
  • ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યમાં ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે

ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મેળવવા મથતા દાવેદારો, સિનિયર આગેવાનો અને કાર્યકરોની અસંતોષની લાગણી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તેના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. ત્યારે રાજકોટમાં આ વખતે મેયર પદ માટે મહિલા અનામત આવશે. રાજકોટમાં ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ભાનુબેન બાબરીયાને ભાજપે ટિકિટ આપી છે. તેમજ મેયર પદ માટે પ્રબળ દાવેદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

પ્રથમ અઢી વર્ષ માટે મેયર તરીકે ભાનુબેનની પસંદગી કરાય તેવી ચર્ચા
રાજકોટ ભાજપમાં મેયરનું પદ હંમેશને માટે ચર્ચામાં રહ્યું છે. ગત ટર્મમાં બીનાબેન આચાર્યને મેયર બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પદ માટેનું રોટેશન જાહેર થવાનું હજી બાકી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગામી ચાર દિવસમાં રોટેશન જાહેર થશે. ત્યારે આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે રાજકોટ શહેરના મેયર તરીકે ભાનુબેન બાબરીયાને મેયર બનાવવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે.

​​​​​​ભાનુબેન રાજકોટ ગ્રામ્યમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે
ગુજરાત વિધાનસભાના ટીઝર સમી રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અનુભવી નેતાઓના અનેક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ વર્ષે રાજકોટ ભાજપ દ્વારા મહિલા મેયર તરીકે ભાજપ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની પસંદગી કરે તેવી શક્યતા વર્તાય રહી છે. ભાનુબેનની વાત કરીએ તો ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના લોકપ્રિય ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારે આ વખતે શક્ય છે કે ચૂંટણી જીત્યા બાદ ભાનુબેન બાબરીયાને ભાજપ તક આપશે.

પૂર્વ મેયરને ટિકિટ નહીં, સી.આર.પાટીલ તેના નિર્ણય પર અડગ
સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાવેદારો માટે નવા નિયમો ઘડ્યા છે, જેમાં તેમણે પૂર્વ મેયરને રિપીટ નહીં કરવાનું જાહેર કર્યુ હતું. જેને ધ્યાને લઈને તેણે પૂર્વ મેયર બીનાબેન આચાર્યની આ વખતની ઉમેદવારીમાંથી બાદબાકી કરી છે. બીનાબેનને એવી આશા હતી કે તેમને ફરી ટિકિટ આપવામાં આવશે. પરંતુ આ વખતે તેમની જેમ અનેક સિનિયર આગેવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો