વિરોધ:રાજકોટમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ આઉટ સોર્સિંગના વિરોધમાં ધરણા પર બેઠા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોસ્ટ ઓફિસ પાસે કર્મચારીઓ ધરણા પર બેઠા. - Divya Bhaskar
પોસ્ટ ઓફિસ પાસે કર્મચારીઓ ધરણા પર બેઠા.
  • ‘બેંકના કાયમી કામકાજ એજન્સીઓને આપવાનું બંધ કરો’ના બેનર સાથે વિરોધ

બેંક ઓફ બરોડા કર્મચારીઓ દ્વારા આઉટ સોર્સિંગ સામે સમગ્ર દેશમાં ઝોનલ ઓફિસ સામે ધરણા કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે રાજકોટમાં પણ પોસ્ટ ઓફિસ પાસે આઉટ સોર્સિંગના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા આજે સવારે 10થી સાંજે 5 સુધી આ ધરણા કરવામાં આવ્યા હતા.

કર્મચારીઓએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો
આ સાથે આગામી દિવસોમાં પણ આઉટ સોર્સિંગ સામેના વિરોધમાં કાર્યક્રમો યથાવત રહેશે અને બેંકના ચેરમેનને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત પણ કરવામાં આવશે. રાજકોટમાં કર્મચારીઓ બેનર સાથે જોવા મળ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, બેંકના કાયમી કામકાજ એજન્સીઓને આપવાનું બંધ કરો, બેંકોમાં પર્યાપ્ત માત્રામાં ભરતી કરો.

આઉટ સોર્સિંગના વિરોધમાં આંદોલન
ધરણા પર બેઠેલા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, બેંકે 27 એપ્રિલે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેની અંદર પ્યૂન છે તેને આઉટ ઓફ એજન્સી મારફત કોન્ટ્રાક્ટર તરીકે લેવા. આવી જાહેરાત દરેક બેંક દ્વારા કરવામાં આવી છે. તેમજ દરેકને સુચના આપવામાં આવી છે કે, કોઈપણ એજન્સીને આ કામ આપવામાં આવે. આના વિરોધમાં અમે બેંકના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...