વિરોધ પ્રદર્શનની મૌસમ:રાજકોટમાં APPએ લઠ્ઠાકાંડને લઈને ભાજપ વિરૂદ્ધ અને ભાજપે રાષ્ટ્રપતિના અપમાનને લઈ કોંગ્રેસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
APPએ લઠ્ઠાકાંડને લઈને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા - Divya Bhaskar
APPએ લઠ્ઠાકાંડને લઈને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા

રાજકોટમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જ્યાં તેમણે ગૃહ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. બહુમાળી ચોક ખાતે આમ આદમી પાર્ટીના વિરોધમાં પોલીસની ટીમ પહોંચી હતી અને કાર્યકર્તાઓને વિખેરીને આ વિરોધ પ્રદર્શન અટકાવ્યું હતું.

કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન યોજવામાં આવ્યું
જ્યારે બીજી તરફ આજે સંસદ ભવનમાં રાષ્ટ્રપતિને ભાજપનો હાથો ગણાવવા વિરુદ્ધ કોંગ્રેસના એક નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો આ મામલે આજે રાજકોટમાં તાલુકા ભાજપ યુવા મોરચા તથા બક્ષીપંચના કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ભાજપનું વિરોધ પ્રદર્શન
ભાજપનું વિરોધ પ્રદર્શન

પોલીસ પહોંચી ન હતી
ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પહોંચી ન હતી અને મુક્તપણે ભાજપના કાર્યકરોને વિરોધ રજૂ કરવાની પરવાનગી આપવામાં આવી હોય તેમ ભાજપના કાર્યકરો ને વિરોધ કરવા દેવામાં આવ્યો હતો હાલ એવું ચર્ચા રહ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા લઠ્ઠા કાંડ નામ લેજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ભાજપના કાર્યકરોએ તાત્કાલિક ધોરણે કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

શહેર ભાજપે કોંગ્રેસ વિરોધ સુત્રોચ્ચાર કર્યા
રાજકોટ તાલુકા બાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ રાષ્ટ્રપતિના અપમાનને લઈને કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશન ચોક ખાતે એકત્ર થઈ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા અને કોંગ્રેસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...