સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગથી ફાયદાની સાથે સાથે તેના ગેરફાયદા પણ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયાના ઉપયોગ કરવામાં કેટલીક એપ્લિકેશ મનોરંજન માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય પણ આ એપ્લિકેશન મારફત ક્યારે મજા ની સજા થઇ જતી હોય છે ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં મહિલા તબીબને એક યુવતી દ્વારા જ ફેસબુક અને સ્નેપચેટ જેવી એપ્લિકેશન મારફત અસભ્ય મેસેજીસ કરી પરેશાન કરતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલા તબીબની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
રાજકોટ શહેરના મહિલા તબીબને અન્ય એક મહિલાએ ફેસબુક અને સ્નેપચેટ પરથી ખરાબ મેસેજ કરી માનસિક રીતે હેરાન પરેશાન કરતા સાઇબર ક્રાઇમ પોલીસે ડો.રશિમબેન મનહરલાલ જીયાણીની ફરિયાદ પરથી ઉન્નતિ રશ્મીકાંત પંડ્યા વિરુદ્ધ આઇ.ટી એકટ ક. 66(ડી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મેસેજીસ કરી હેરાન કરે છે
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી ઉન્નતિએ તા. 17.05.2021 થી તા. 05.04.2022 સુધીના સમયમાં ફેસબૂક પર રાધી પંડ્યા નામની આઈડી પરથી રિકવેસ્ટ મોકલી બાદમાં અવારનવાર માનસિક ત્રાસ થાય તેવા મેસેજીસ કરી તેમજ સ્નેપચેટ આઇ.ડી radhi_pandya22 નામનુ આઇ.ડી બનાવી તેમાથી પણ અસભ્ય ભાષામાં મેસેજીસ કરી હેરાન કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે મહિલા તબીબની ફરિયાદ પરથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.