વરુણદેવ રીઝ્યા:રાજકોટ અને પડધરીમાં સવારથી જ ધીમી ધારે વરસાદ, આજી 2 ડેમ ઓવરફ્લો, નીચાણવાળાં ગામોને એલર્ટ કરાયાં

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ધીમી ધારે વરસાદ.
  • કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટી
  • ભાદર ડેમની હાલની સપાટી 24.22 ફૂટે પહોંચી, 1.54 ફૂટ નવા નીરની આવક

રાજકોટ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ અને પડધરીમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે. રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ગોંડલમાં 6 ઇંચ નોંધાયો છે. જ્યારે રાજકોટમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમ ઓવરફ્લો થયો છે. આથી ડેમ હેઠળ આવતાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

શહેરના તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ
શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મવડી, મોટા મવા, નાના મવા, ઢેબર રોડ, રેસકોર્સ, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, આજી ડેમ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં માત્ર 15 મિનિટમાં એક ઇંચ વરસાદ વરસતાં રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા તેમજ અનેક વિસ્તારોમાં લાઇટ ગૂલ થયાની ફરિયાદ મળી હતી. ભાદર 1 ડેમનાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 19 હજાર ક્યૂસેક પાણીની આવક ચાલુ છે. હાલ ડેમની સપાટી 21.60 ફૂટ પર પહોંચી છે.

રાજકોટમાં સવારથી જ ધીમી ધારે વરસાદ.
રાજકોટમાં સવારથી જ ધીમી ધારે વરસાદ.

રાજકોટ જિલ્લાનાં જળાશયોમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદને કારણે તમામ ડેમોમાં નવા નીરની આવક થઇ છે. ભાદર ડેમની હાલની સપાટી 24.22 ફૂટે પહોંચી છે, જેની કુલ સપાટી 32 ફૂટ છે.આથી 24 કલાકમાં 1.54 ફૂટ નવા નીરની આવક થઇ છે. આજી 1 ડેમની હાલની સપાટી 16.80 ફૂટે પહોંચી છે ન્યારી 1 ડેમની હાલની સપાટી 17.10 ફૂટે પહોંચી છે. જ્યારે આજી 2 ડેમ ગત રાત્રે ઓવરફ્લો થયો છે. આ ડેમ ચાલુ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે.

ધીમી ધારે વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું.
ધીમી ધારે વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું.

રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

નામવરસાદ (ઇંચમાં)
ઉપલેટા1.5
કોટડાસાંગાણી2.25
ગોંડલ

6

જેતપુર1
જસદણ1.5
જામકંડોરણા

0.75

ધોરાજી2
પડધરી1
રાજકોટ1
લોધિકા3.5
વીંછિયા1.5
અન્ય સમાચારો પણ છે...