અકસ્માત:રાજકોટમાં નંબર વગરના ડમ્પરે વિદ્યાર્થિનીને ઠોકરે ચડાવી બે હાથ કચડી નાંખ્યા

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત યુવતી - Divya Bhaskar
ઈજાગ્રસ્ત યુવતી
  • શીતલ પાર્કથી એરપોર્ટ તરફના રસ્તા પર બનેલી ઘટના

શહેરના રાજમાર્ગો પર દોડતા ભારે વાહનોના ચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકી ક્લીનર વગર પૂરઝડપે દોડાવી અકસ્માત સર્જી રહ્યાં છે. આવો જ એક વધુ બનાવ બુધવારે સાંજે દોઢસો ફૂટ રિંગ રોડથી બજરંગવાડી જવાના રસ્તે શીતલપાર્ક પાસે બન્યો હતો. જેમાં નંબર વગરના ડમ્પરચાલકે ટુ વ્હિલને ઠોકરે ચડાવ્યું હતું. જેને કારણે ટુ વ્હિલ પર સવાર યુવતી ફંગોળાઇને રોડ પર પટકાઇ હતી. ત્યાર બાદ ડમ્પરના તોતિંગ વ્હિલ યુવતીના બંને હાથ પર ફરી વળ્યા હતા.

અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં કણસતી યુવતીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ પહેલા સ્થળ પર દોડી ગઇ હતી અને નંબર વગરનું ડમ્પર કબજે કર્યું હતું. બાદમાં ખાનગી હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં યુવતીને હાથમાં ગંભીર ઇજા થઇ હોય ઓપરેશનમાં લઇ જવાઇ હતી.

ખાનગી હોસ્પિટલના સૂત્રે જણાવેલી વિગત મુજબ, અકસ્માતમાં ઘવાયેલી યુવતી શાસ્ત્રીનગર-1માં રહેતી પલ્લવી વસંતભાઇ સંચાણિયા હોવાનું અને તે બીએચએમએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું છે. પલ્લવી આજે સાંજે બજરંગવાડી જતી હતી ત્યારે અકસ્માત સર્જાયાનું જાણવા મળ્યું છે. પલ્લવીના જમણા હાથમાં ગંભીર ઇજા થઇ હોવાનું હોસ્પિટલ સૂત્રે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...