તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:રાજકોટમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કૂંડ મુકાશે, વિસર્જન માટે નીકળનાર મંડળ કે લોકોએ વાહનની અગાઉથી નોંધણી કરાવવાની રહેશે

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે ગણેશોત્સવમાં ભીડ ન થાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે, ગણેશ વિસર્જન વખતે પણ લોકોની ભીડ ન થાય તે માટે કૃત્રિમ કૂંડ મુકવાની પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેમજ વિસર્જન માટે જનારા વાહનોની નોંધણી અગાઉથી કરાવવાની રહેશે. ગણેશોત્સવમાં પણ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરીજનો ગણેશોત્સવ આસ્થાભેર ઉજવે પરંતુ આસ્થાની સાથે પ્રવર્તમાન સ્થિતિમાં તકેદારી પણ આવશ્યક છે.

ગણેશોત્સવમાં પંડાલ પર પૂજા, આરતી, પ્રસાદ વિતરણ થઇ શકશે પરંતુ અન્ય કોઇ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકો એક વાહનમાં જઇ શકશે. ઘરે સ્થાપન કરાયું હોય તો ગણેશજીનું ઘરે જ વિસર્જન થાય તે હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે.

કૃત્રિમ કુંડ ખાતે પણ ભીડ એકઠી કરી શકાશે નહી. તા.9 થી 19 સપ્ટેમ્બર સુધી રાત્રીના 12 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ પડશે જોકે ગણેશ પંડાલ અને મંડપમાં રાત્રીના 11 વાગ્યા સુધી જ દર્શનની મંજૂરી આપવામાં આવશે. ગણેશ વિસર્જન માટે જે વાહનો લઇ જવાના હોય તે વાહનની અગાઉથી જ નોંધણી કરાવવાની રહેશે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...