નકલી ડોક્ટર ઝડપાયો:રાજકોટમાં બી.કોમ સુધી ભણેલા પ્રૌઢે દવાખાનુ ખોલ્યું, દર્દીઓને એલોપેથી દવા અને ઇન્જેક્શન આપી આરોગ્ય સાથે ચેડાં કરતો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે દવાના જથ્થા સાથે નકલી ડોક્ટરની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે દવાના જથ્થા સાથે નકલી ડોક્ટરની ધરપકડ કરી.
  • પોલીસે ડિગ્રી માગતા ગલ્લાતલ્લા કર્યા બાદ કોઇપણ જાતની ડિગ્રી નહીં હોવાનું સામે આવ્યું

રાજકોટ શહેર પોલીસે વધુ એક નકલી ડોક્‍ટરને પકડી પાડ્યો છે. કોઠારિયા રોડ પર કેદારનાથ સોસાયટીમાં સ્‍વ.શ્રી વલ્લભજી એન્‍ડ સ્‍વ. શ્રી ધીરૂજી ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિતના નામથી દવાખાનું ચલાવતાં ભરત ધીરૂભાઇ વાઘેલાને ભક્‍તિનગર પોલીસે પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં આ નકલી ડોક્ટરે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું ખુલ્યું છે.

પહેલા તો સાચો ડોક્ટર હોવાનું પોલીસને જણાવ્યું
કેદારનાથ સોસાયટીમાં દવાખાનું ધરાવતા ભરત વાઘેલા પાસે કોઇપણ જાતની મેડિકલ ડિગ્રી નહિ હોવાનું અને તેમ છતાં તે દવાખાનું ચલાવી દર્દીઓને એલોપેથી દવા આપી, ઇન્‍જેક્‍શન આપી આરોગ્‍ય સાથે ચેડા કરતો હોવાનું ખુલ્યું છે. પોલીસે દરોડો પાડી તપાસ કરવામાં આવતાં ડોક્‍ટર બનીને દવાખાનામાં બેઠેલા ભરત વાઘેલાએ પહેલા તો પોતે સાચો ડોક્‍ટર છે તેવી વાતો કરી હતી. પરંતુ પોલીસે ડિગ્રી માગતા ગલ્લાતલ્લા કર્યા બાદ કોઇપણ જાતની ડિગ્રી નહીં હોવાનું અને બી.કોમ સુધી જ ભણ્‍યો હોવાનું કહેતાં તેની સામે મેડિકલ પ્રેકટીશનર એક્‍ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...