તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:રાજકોટમાં બે સંતાનના પિતાએ 8 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવી, ખુલ્લા મેદાનમાં લઇ જઇ મોઢે ડૂચો દઇ દુષ્કર્મ આચર્યુ

રાજકોટ10 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • વાસના ભૂખ્યા શખ્સને પોલીસે રાતોરાત દબોચી લઇ તેની હવસખોરી ઉતારી નાખી

રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. જેમાં મુંજકામાં ભાડેથી રહેતાં પરપ્રાંતીય બે સંતાનના પિતાએ 8 વર્ષની એક બાળાનું અપહરણ કરી અવાવરૂ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સે બાળાના મોઢા પર ડૂચો દઇ હવસનો શિકાર બનાવી હતી. હાલ મહિલા પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સોના કાયદા હેઠળ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વાસના ભૂખ્યા શખ્સને પોલીસે રાતોરાત દબોચી લીધો
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મુંજકામાં ભાડેથી રહેતાં પરણેલા મરાઠી શખ્સે 8 વર્ષની એક બાળાને હવસનો શિકાર બનાવતાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે. રાત્રિના નવેક વાગ્યે તે બાળાનો હાથ પકડી નજીકના પટમાં લઇ ગયો હતો અને ત્યાં સુવડાવી ‘હું કહું તેમ કરજે’ કહી મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઇ છે. રમવા ગયેલી બાળા લાંબો સમય સુધી ઘરે ન આવતાં તેના દાદી શોધવા નીકળ્યા હતાં. એ પછી બાળા ધૂળ ધૂળ થઇ ગયેલી હાલતમાં દોડી આવી હતી અને પોતાની સાથે જે કંઇ બન્યું તેની વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં. વાસના ભૂખ્યા શખ્સને પોલીસે રાતોરાત દબોચી લઇ તેની હવસખોરી ઉતારી નાંખી છે.

હવસખોર પરિણીત અને ભાડાના મકાનમાં રહે છે
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર 8 વર્ષની બાળાના દાદીમાની ફરિયાદ પરથી મુંજકા ગામમાં જેસિંગભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતાં કિશોર કેશવભાઇ તાવડે નામના મરાઠી શખ્સ સામે IPCની કલમ 363, 376 (B) અને પોક્સોની કલમ હેઠળ બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, હું પરિવાર સાથે રહુ છું અને મારે સંતાનમાં બે દિકરા છે. મોટાના લગ્ન થઇ ગયા છે. તે પરિવાર સાથે બહારગામ રહે છે. નાનો દિકરો મારી સાથે રહે છે. તેના પણ લગ્ન થઇ ગયા છે અને તેને બે સંતાનમાં છે. જેમાં એક દીકરી 8 વર્ષની છે. મારા પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. કિશોર કેશવભાઇ તાવડે (મરાઠી) પરણેલો છે અને મુંજકામાં ભાડેથી રહે છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

બાળા ઘરની બહાર જ રમતી હતી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, બુધવારે 31મીની રાતે નવેક વાગ્યે હું ઘરે હતી ત્યારે મારા પતિ સુઇ ગયા હતાં. દિકરો તેના કામે ગયો હતો. પુત્રવધૂ ઘરમાં કામ કરતી હતી. આ વખતે મારી 8 વર્ષની પૌત્રી બહાર રમતી હતી. થોડો સમય થયા બાદ પણ તે ઘરમાં પાછી ન આવતાં હું તપાસ કરવા જતાં જોવા ન મળતાં મેં તેના નામની બૂમો પાડી હતી. પરંતુ તે આવી નહોતી. એ પછી એક ભાઇને પૂછતાં તેણે કહ્યું કે થોડીવાર પહેલા તો અહિ રમતી હતી. પરંતુ પછી ક્યાં ગઇ એ ખબર નથી.

દાદીએ પૌત્રીને ખૂબ શોધી પણ મળી આવી નહોતી
ખૂબ શોધવા છતાં મારી પૌત્રી મળી નહોતી. રાતે સાડા નવેક વાગ્યે તે ઓચિંતી દોડતી મારી પાસે આવી હતી. મેં તેને જોતાં તે આખી ધૂળ ધૂળ ભરેલી હતી અને કપડા તથા વાળ પણ ધૂળવાળા થઇ ગયા હતાં. મેં તેને શું થયું તેમ પુછતાં તેણે કહ્યું હતું કે, હું ઘર પાસે રમતી હતી ત્યારે કિશોર મારી પાસે આવ્યો હતો અને હાથ જ પકડીને મને પંચાયત ઓફિસની બાજુના મેદાનમાં લઇ ગયો હતો. એ પછી તેણે મને કહ્યું કે, તું અહિ સુઇ જા અને હું કહું તેમ કર તેમ કહી મને સુવડાવી દીધી હતી. અને મારી ચોરણી તથા તેનું પેન્ટ ઉતારી નાંખ્યું હતું. એ પછી ખરાબ કરતાં મને દુઃખવા માંડતા રાડ નીકળી જતાં તેણે મારા મોઢાને તેના હાથથી દાબી દીધું હતું અને રાડો પાડમાં તેમ કહેતો હતો. પછી મને ચોરણી પહેરાવી દીધી હતી અને એ પછી તેણે મને ઘરે જતાં રહેવાનું કહ્યું હતું. આ વાત અમે સાંભળતા જ મારા પતિ અને દિકરાને વાત કરી હતી પછી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.

હવસખોર ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે
પોલીસે હવસખોરીની આ વાત સાંભળી તુરંત જ ગુનો નોંધ્યો હતો. આરોપી હવસખોર કિશોર કેશવભાઇ તાવડેને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. તે બે સંતાનનો પિતા છે અને ટ્રક ચલાવી ગુજરાન ચલાવે છે. PI એ. એસ. ચાવડા, ગિરીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ મિંયાત્રાએ ગુનો નોંધી વધુ તપાસ માટે તેને મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. બાળાની મેડિકલ તપાસ કરાવી જરૂરી સારવાર અપાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો