તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાથી પ્રદૂષણનું પ્રમાણ વધી જાય છે પણ રાજકોટમાં દિવાળીના બીજા દિવસ સુધી એક પણ વિસ્તારમાં રેડ ઝોન કહી શકાય તેવું પ્રદૂષણ ન હતું અને રવિવારે બપોર સુધીમાં તો મોટાભાગના વિસ્તારો ગ્રીન ઝોનમાં આવ્યા હતા. મનપાએ મૂકેલ સેન્સરમાં દર કલાકે હવામાં પ્રદૂષણનું સ્તર મપાય છે. આ સેન્સર મુખ્ય માર્ગો તેમજ બજારોમાં પણ મુકાયેલા છે જેના આધારે ક્યા સમયે સૌથી વધુ પ્રદૂષણ હોય છે તે જાણવામાં આવે છે. એક ક્વોલિટી ઈન્ડેક્સ 50 સુધી હોય તો ગ્રીનઝોન એટલે કે હવા એકદમ શુદ્ધ મનાય છે. 100 સુધી ઈન્ડેક્સ હોય તો સંતોષકારક(યલો ઝોન) જ્યારે 100થી 200 વચ્ચે મોડરેટ(ઓરેન્જ ઝોન) અને ત્યારબાદ રેડ ઝોન ગણાય છે.
રવિવારે બપોરે 12 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં ક્યા સ્થળે હવા કેટલી શુદ્ધ રહી તે માટે મનપાના સેન્સર ચકાસતા એકપણ કલાકમાં રાજકોટમાં પ્રદૂષણનું સ્તર 110 કરતા પણ વધ્યું નથી. માત્ર 2 સ્થળ માધાપર ચોકડી અને મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે 104 અને 106 રહ્યું હતું બાકીના તમામ સ્થળો 100 કે તેનાથી નીચે રહ્યા હતા. આટલો એર ક્વોલિટી ઈન્ડેક્સ સામાન્ય દિવસોમાં પણ વાહનોના ધુમાડાથી નોંધાય છે ક્યારેક તેના કરતા પણ વધારે રહે છે તેથી સેન્સર મુજબ દિવાળીને કારણે રાજકોટમાં એકદમથી ઝેરી વાયુઓ પ્રસરી ગયાનું નોંધાયું નથી. ઊલટા રવિવારે દિવાળીની રજાઓને કારણે વાહનોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી મોટાભાગના સેન્સરમાં ગ્રીન ઝોન તેમજ બપોરના સમયે યલો ઝોન એટલે કે હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું હોવાનું નોંધાયું હતું.
રાજકોટમાં 18 જગ્યાએ સેન્સર કાર્યરત
રાજકોટ શહેરની અલગ અલગ 18 જગ્યાઓએ મનપાએ સેન્સર મુક્યા છે જેમાં મુખ્યમાર્ગ તેમજ આરએમસીની કચેરીઓનો પણ સમાવેશ થાય છે આ રીતે સમગ્ર શહેરમાં રહેલા પ્રદૂષણનો તાગ મેળવવામાં સરળતા રહે છે. આ ઉપરાંત બધા જ સેન્સરનું રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે અને શહેરીજનોને પ્રદૂષણની માહિતી જોઈતી હોય તો મનપાની વેબસાઈટ પર પણ એન્વાયરન્મેન્ટલ ડેટા અંતર્ગત બધી વિગતો મેપ સાથે મૂકવામાં આવી છે. ઉનાળા દરમિયાન શહેરના ગીચ વિસ્તારો જેવા કે, ત્રિકોણબાગ, જિલ્લા પંચાયત ચોક આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારોમાં ગરમી અને પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને એર ક્વોલિટી ઈન્ડેકસ યલો ઝોનની ઉપર હોય છે. જો કે, દિવાળીએ તેના કરતા પણ ઓછું પ્રદૂષણ નોંધાયું હતું.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.